Saturday, September 21

અમરનાથ યાત્રા ઉપર આંતકવાદીનાં હુમલાની દહેશત વચ્ચે સુરક્ષા માટેની ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવાઈ

જમ્મુ કાશ્મીર તા.ર૦
દેશભરનાં ભાવિકોની આસ્થાનાં કેન્દ્ર એવાં બર્ફાનીબાબા અમરનાથની યાત્રા આગામી તા.૧લી જુલાઈથી જમ્મુ-કાશ્મીરમાંથી શરૂ કરવામાં આવી રહી છે. અમરનાથયાત્રા-ર૦૧૯ ઉપર આંતકી હુમલાની દહેશત છે. સુરક્ષા એજન્સીઓનાં રિપોર્ટ અનુસાર આંતકી ગૃપ અમરનાથ યાત્રા ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે અને હુમલો થઈ શકે તેમ છે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે જેનાં પગલે અમરનાથ યાત્રા માટેની ફુલપુફ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તપાસનીશ એજન્સીઓએ એવો ભય વ્યકત કર્યો છે કે અમરનાથ યાત્રા ઉપર છ રીતે આંતકી હુમલાનો ખતરો છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને અર્ધસૈનિક દળો દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારનાં આંતકવાદી હુમલાને નાકામ કરવા માટે તૈનાત કરવામાં આવેલ છે આ ઉપરાંત યાત્રામાં સામેલ યાત્રીઓ અને સુરક્ષાદળોની ગાડીઓ ઉપર આરએફઆઈડી ટેગની સાથે સૌપ્રથમવાર શ્રધ્ધાળુઓને અનોખી રીતે બારકોડ આપવામાં આવેલ છે અને જેનાં કારણે તેઓનાં લોકેશનની સાચી જાણકારી મળી શકે તેમ છે. સૌપ્રથમવાર યાત્રીઓ માટે જે કેમ્પમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં પણ કોડ રિડર લગાવવામાં આવી રહેલ છે અને આમ સુરક્ષા માટેનાં વ્યવસ્થિત પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Leave A Reply