સિંહોએ અગમચેતી વાપરી અને પુરવાળા વિસ્તારો છોડી દઈ ઉંચાઈ ઉપર જતાં રહ્યા

ચોમાસાના દિવસોમાં નદીઓમાં ભારે પુર આવતાં હોય છે ત્યારે માનવ જાત જેમ તકેદારીના પગલા લઈ અને સલામત સ્થળે જતાં રહે છે તેવી જ રીતે સિંહો દ્વારા પણ તકેદારી આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી તળાવોમાં વસતા સિંહોએ પોતાનું આશ્રય સ્થાન બદલ્યું હતું. નદી તળાવોમાં પુર આવવાની ભીતિ સિંહોને સતાવી રહી છે પુર આવવાની આગવી સુજ ધરાવતા સિંહો ડુંગરની ઉંચાઈ ઉપર જતા રહ્યા છે. શેત્રુંજી ઘાતરવડી ગાગડીયો સહિત કૃષ્ણ ગઢ તળાવ મિતિયાળા અભ્યારણ્યનું હોરા વાળી તળાવ આસપાસ સિંહોનો કાયમી વસવાટ છે. આ ઉપરાંત ઉનાળાની ગરમીથી બચવા સિંહોએ નદી તળાવોમાં પોતાનું રહેઠાણ બનાવ્યુ હતું. સાવરકુંડલા, ખાંભા, રાજુલા લીલીયા ધારી સહિતના સ્થળોએ રહેલાં સિંહો નદી તળાવો છોડી બેડીયા હાથિયો. સાવજીયા ડુંગર ઉપર પોતાની સુજબુજથી સ્થળાંતર કર્યું છે. સિંહોએ પોતાની સિક્કસ સેન્સથી પુરના ખતરાને ટાળ્યો છે અને પુર આવે પહેલા સિંહોએ પાળ બાંધી છે.

Leave A Reply