જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે સંભવત કોંગ્રેસનાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર થવાની સંભાવના કાલે સાંજે ફાઈનલ ચિત્ર : કોણ કોની સામે જંગ ખેલશે

જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી તા.ર૧મી જુલાઈનાં રોજ યોજાનારી ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનાં માત્ર બે દિવસ જ રહ્યાં છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ કે ભાજપ પોતાનાં ઉમેદવારોની યાદી જારી કરી શક્યાં નથી. છેલ્લી ઘડીની તડજાડની કવાયતો ચાલી રહી છે. અત્યંત આધારભુત રીતે પ્રાપ્ત થતી વિગત અનુસાર આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ૩૮ ઉમેદવારો પેનલોની પ્રથમ નામાંવલી સાંજ સુધીમાં બહાર પડી જશે અને આ અંગે પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષકોએ લીલીઝંડી આપી દિધી છે જયારે બીજી તરફ ભાજપ દ્વારા પણ ફાઈનલ લિસ્ટ તૈયાર થઈ ગયું છે આજે ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ નિરીક્ષકો સાથે ધીરૂભાઈ ગોહિલની મહત્વની બેઠક પૂર્ણ થઈ હતી અને આજ સાંજ સુધીમાં પ્રથમ યાદી જાહેર થશે અને કાલ સાંજ સુધીમાં ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ બહાર પડી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

Leave A Reply