Saturday, September 21

જૂનાગઢનાં કાળવા ચોક ખાતે વિજય સંકલ્પ સભામાં પ૧ બેઠકોને જીતી લેવાનો લક્ષ્યાંક જાહેર કરાયો

 

 

 

 

 

 

જૂનાગઢ મહાનગરપાલિકાની તા.ર૧ જુલાઈનાં રોજ યોજાનારી ચુંટણી માટે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ કક્ષાએથી ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ આજે જૂનાગઢ શહેરનાં કાળવા ચોક ખાતે ૬૦ ઉમેદવારોની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા યોજાઈ હતી. આ સભામાં પ્રભારી નિતીન ભારદ્વાજ, ગોરધનભાઈ ઝડફિયાં, રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન ઉદય કાનગઢ, જસુમતીબેન કોરાટ, જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતનાં ભાજપનાં વરિષ્ઠ પદાધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં પ૧ બેઠક જીતી લેવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો. સભા સંપન્ન થયા બાદ સરદાર વલ્લભભાઈ પ્રતિમાને ફુલહાર વિધી કરી અને ભાજપનાં ઉમેદવારો, ઉમેદવારી પત્રક નોંધાવવા માટે રવાનાં થયા હતા. દરમ્યાન ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલાં ઉમેદવારી લિસ્ટમાં નવો ફણગો ફુંટયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘણાં વર્ષોથી કામગીરી કરનાર ચંદ્રેશભાઈ હેરમા અને પરમેન્ટ સીટીંગ મેમ્બર જેવા ભરત કારેણાને પણ ટિકીટ ફાળવવામાં આવી છે પરંતુ આ બંને ઉમેદવારોએ ચુંટણી લડવાનો ઈન્કાર કર્યો છે તેવી ચર્ચાએ જાર પકડ્યું છે અને આ બાબતે અનેક તર્કો થઈ રહ્યાં હતાં દરમ્યાન આજે આ સભાનું પણ સંચાલન ચંદ્રેશ હેરમાએ કર્યું હતું તો બીજી તરફ જૂનાગઢનાં પ્રભારી નિતીન ભારદ્વાજે પત્રકારોએ પુછેલાં પ્રશ્નમાં એવો જવાબ આપ્યો હતો કે આ અમારા ઘરનો મામલો છે અને ઘી નાં ઠામમાં ઘી પડી જશે. એટલે કે આનો અર્થ એમ થાય કે આ બંને ઉમેદવારો પણ ઉમેદવારી પત્રક ભરશે તેવો વિશ્વાસ તેઓએ દર્શાવ્યો હતો.

Leave A Reply