સોનાનાં દાગીના ચમકાવી આપવાનાં બહાનાં હેઠળ વિશ્વાસઘાત કરતી ટોળકીને ઝડપી લઈ મેળવી ભારે સફળતા

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસની કામગીરી હાથ ધરી અને સોનાનાં દાગીનાં ચમકાવવાનાં બહાનાં હેઠળ લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર તેમજ દાગીનાની ઉઠાંતરી કરનાર ટોળકીને ઝડપી લેવામાં ભારે સફળતાં પ્રાપ્ત થઈ છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ગત તા.ર૭-૬-ર૦૧૯નાં રોજ જૂનાગઢ ટીંબાવાડી બાયપાસ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં ફરીયાદી અજયભાઈ જમનાદાસ ગોરસીયાનાં ઘરે બે અજાણ્યા શખ્સો સોના-ચાંદીના દાગીના ચમકાવી દેવાનાં બહાને સોનાની બંગડી નંગ-ર ત્રણ તોલાની રૂ.૯૦ હજાર તથા સોનાનો ચેઈન એક-દોઢ તોલાનો રૂ.૪પ હજારનો મળી કુલ રૂ.૧,૩પ,૦૦૦નાં છેતરપિંડી કરી લઈ ગયેલ હોય જે અંગે જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.ફસ્ટ ૬૧/ર૦૧૯ આઈપીસી કલમ ૪ર૦, ૧૧૪ મુજબનો નોંધાયેલછે. જેથી આ કામે જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી એસ.જી.ત્રિવેદીની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા બનાવ સ્થળની આજુબાજુમાં એસએએસ પ્રોજેકટ અંતર્ગત લગાડેલાં સીસીટીવી કેમેરાનાં ફુટેઝ તથા ટેકનીકલ સેલનાં માધ્યમથી તથા ખાનગીરાહે તપાસ કરતાં આ કામે અત્રેનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.વી.પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ રણજીતસિંહ, વિપુલસિંહ કિરણસિંહ, કનકસિંહ રેવતુભા, સાહીલ હુસેનભાઈને ખાનગીરાહે હકીકત મળેલ કે આ કામે પલ્સર મોટરસાયકલ રજી.નં.જીજે ૦૧ ઈવાય ૪૧રરનું સંડોવાયેલ હોવાની સંયુકતમાં હકીકત મળતા જે હકિકતનાં આધારે મોટરસાયકલની તપાસ કરતાં મોટરસાયકલ હાલ બિહારી ગોવિંદ શિવન શાહ પાસે હોવાનું અને તે અમદાવાદ ખાતે હોવાનું જાણવા મળતા આ અંગે તપાસ કરવા તુરંત જૂનાગઢથી પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.વી.પરમાર તથા સાહીલ હુશેન, ઈન્દ્રજીતસિંહ રણજીતસિંહ, વિપુલસિંહ કિરણસિંહને અમદાવાદ ખાતે તપાસમાં મોકલતાં તેઓને ગોવિંદ શિવન શાહ તથા તેની સાથે શંકર મોતીલાલ શાહ (રહે.બંને બિહાર) રાજયવાળા મોટરસાયકલ સાથે અમદાવાદ ચાંદલોડીયા વિસ્તારમાંથી મળી આવતાં તે બંનેને પોલીસ હવાલે લઈ આ કામે વધુ પુછપરછ માટે મોટરસાયકલ સાથે અત્રે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસે લાવી પુછપરછ કરતાં ગુજરાત રાજયમાં જુદાં-જુદાં વિસ્તારોમાં છેતરપિંડી કર્યાની કબુલાત આપેલ હતી. જેમાં આજથી લગભગ ૧પ-૧૭ દિવસ પહેલાં શંકર મોતીલાલ શાહ તથા ગોવિંદ શિવન શાહ બંને જણા ગોવિંદનું મોટરસાયકલ લઈને નડીયાદથી જામનગર ગયેલ હતા અને જામનગર સાંજના સમયે પહોંચેલ હતા ત્યાં એક મકાને ગયેલ અને ત્યાં એક બહેનને વિશ્વાસમાં લેતાં તેઓએ સોનાની બંગડી-ર ચમકાવવા આપતાં આ બંને બંગડીઓ એક વાટકામાં નાખી તેમાં પાણી અને લાલ પાવડર નાખી વિશ્વાસમાં લઈ બંને બંગડીની ચોરી કરી નીકળી ગયેલ અને ત્યાંથી સીધા નડીયાદ ગયેલ અને આ બંને સોનાની બંગડીઓ માણેકચોકમાં સોનીને ત્યાં વેચેલ છે તેનાં રૂ.રપ હજાર આપેલ હતા તેમજ નડીયાદથી જામનગર ગયેલ હતા જામનગર સાંજના સમયે પહોંચેલ ત્યાં હાઈવેથી જામનગર શહેરમાં જતાં રસ્તામાં એક મકાને ગયેલ ત્યાં એક બહેને સોનાનો ચેન ચમકાવવા આપતાં બહેનને વિશ્વાસમાં લઈ સોનાનો ચેન બેનની નજર ચુકવી ચોરી કરી નીકળી ગયેલ આ ચેન માણેકચોકમાં ઉપરોકત સોનીને ત્યાં વેચેલ તેનાં રૂ.ર૦ હજાર આપેલ હતાં. આ ઉપરાંત પાંચ-છ મહિનાં પહેલાં શંકર મોતીલાલ શાહ તથા અશોક શાહ ઠઠેરીએ શંકરની મોટરસાયકલ લઈને જામનગર ગયેલ અને ત્યાં એક મકાને ગયા હતા અને સોનું ચમકાવવાનાં બહાના હેઠળ સોનાનાં દાગીનાં નજર ચુકવી ચોરી કરેલ હતા અને આ દાગીનાં અમદાવાદનાં સોનીને વેંચેલ હતાં જેનાં રૂ.રપ હજારની રકમ આવી હતી. ચારેક મહિના પહેલાં શંકર મોતીલાલ શાહ અને અશોક શાહે મોટરસાયકલ લઈને રાજકોટ શહેરમાં ગયા હતા અને ત્યાં એક મકાનમાં બે બહેનો હાજર હતી તેને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી પણ સોનાનાં દાગીનાં લઈ અને અમદાવાદ વેંચી નાંખ્યા હતા જેનાં ૪પ હજાર આવ્યા હતાં. આ ઉપરાંત વાંકાનેર નજીક એક ગામમાંથી સોનાનાં દાગીનાં ચમકાવવાનાં બહાનાં હેઠળ સોનીની કાનની બુટી અને મંગળસુત્ર ચોરી કરેલ જે રપ હજારમાં અમદાવાદ સોની વેપારીને વહેંચેલ તેજ રીતે મોરબી શહેરમાં એક સોસાયટીમાંથી એક બહેનને વિશ્વાસમાં લઈ અને સોનાની બંગડી લીધી હતી જે ૬૦ હજારમાં વહેંચી હતી. આ ઉપરાંત ત્રણેક વર્ષ પહેલાં જેતપુર નજીક એક ગામમાંથી પણ એક બહેન પાસેથી દાગીનાં ચમકાવવાનાં બહાને ચોરી કરી લીધેલ હતા જે અમદાવાદ વહેંચવામાં આવેલ હતા. આ ઉપરાંત ગાંધીધામ ખાતેથી પણ એક બહેન પાસેથી સોનાનાં બુટીયાની ચોરી કરી હતી અને રૂ.૬ હજારમાં વહેંચ્યા હતા. તેમજ રાજકોટથી જામનગર જતાં હાઈવે ઉપર એક મકાને જઈ ત્યાં એક બહેને સોનાનો ચેઈન ચમકાવવા આપતા આ ચેઈનની ચોરી કરી નડીયાદ જતાં રહેલ અને અમદાવાદનાં સોનીનાં વેપારીને વેંચી નાંખેલ હતો. તેમજ ગત
તા.ર૭-૬-ર૦૧૯નાં રોજ ઉપરોકત બંને આરોપી જૂનાગઢથી જામનગર ગયા અને જ્યાં એક મકાને બે બહેનો હાજર હતાં તેમને વિશ્વાસમાં લઈ સોનાનાં દાગીનાં ચમકાવવી આપવાનાં બહાને તેમની પાસેથી સોનાની બંગડી ચોરી કરી અમદવાદ સોની વેપારીને વહેંચી નાંખેલ. જૂનાગઢથી ચોરેલ બંને બગડી તથા સોનાનાં ચેઈનનાં ૭૦ હજાર સોનીએ આપેલ હતા અને જે અંગે જામનગર જીલ્લા સીટી સી ડીવીઝનમાં પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓ દ્વારા સોનાનાં દાગીનાં ચમકાવી દેવાંનાં બહાને નજર ચુકવી અને ચોરી કરી લીધા હોવાનાં બનાવો બહાર આવેલ છે. આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ ચિટર ટોળકીને પોલીસે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં જૂનાગઢ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ, એએસઆઈ એસ.એચ.ગઢવી, બી.કે. સોનારા, એચ.વી. પરમાર, વી.એન. બડવા તથા પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ ઝાલા, સાહીલ સમા, યશપાલસિંહ જાડેજા, દિવ્યેશભાઈ ડાભી, જીતેષ મારૂ, પ્રવિણભાઈ બાબરીયા, ડાયાભાઈ કરમટા, કનકસિંહ ગોહિલ તથા રાજેશ્રીબેન દિવરાણીયા, પોલીસ અધિકારી પ્રોહીબિશન-જુગાર સ્કવોર્ડનાં ધર્મેશભાઈ વાઢેર વગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ હતી.

Leave A Reply