જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ : પોલીસે જાળવ્યો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે જૈન સમાજ દ્વારા એક શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ તકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે અને શાંતિ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર નિર્મળ સાગર ધ્યાન કેન્દ્ર દ્વારા ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર નિવાર્ણ લાડુ ધરવા મંજુરી માંગી હતી.ત્યારે ગિરનાર મંડળનાં સાધુ-સંતોએ વિરોધ કરતાં તંત્રએ મંજુરી આપી ન હતી. જો કે રવિવારે સવારે જૈન સમાજે શોભાયાત્રા યોજી હતી જેમાં પીએસઆઈ પી.વી.ધોકડીયા, જે.એચ. કચોટ, એસ.કે. માલમ, એન.જી. પરમાર, રામદેભાઈ, જીતેન્દ્રસિંહ, યુસુફભાઈ, શાહિનભાઈ સહિતની ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. દરમ્યાન બે દિવસીય મહોત્સવને લઈને લોકોને કોઈ અડચણ ન થાય તે માટે રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં એક ડીવાયએસપી, પાંચ પીએસઆઈ, પ૯ પોલીસહેડ કોન્સ્ટેબલ, ર૬ મહિલા પોલીસ સહિત ૧૦૦થી વધુ પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત વિડીયોગ્રાફી કરાશે તેમજ શંકાસ્પદ વ્યકિતઓનું ખાસ ચેકીંગ કરાયું હતું.

Leave A Reply