Saturday, September 21

જૂનાગઢ મનપાની ૧પ વોર્ડની પ૬ બેઠક માટે ૧પ૯ ઉમેદવાર મેદાનમાં

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ ૧પ વોર્ડ માટે ૧પ૯ ઉમેદવારોમાં ભાજપનાં ૫૬ વચ્ચે જંગ ખેલાશે, ભાજપે વોર્ડ નં. ૩ની ત્રણ બેઠક બિનહરીફ મેળવી લીધી છે. કોંગ્રેસનાં પર, એનસીપીનાં ર૭, અમાન્ય રાજકીય પક્ષનાં ૩ અને અપક્ષનાં ર૧ ઉમેદવારો માટે સીધો જંગ ખેલાશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં ગઈકાલે નાટકીય વળાંક આવ્યો હતો. કોંગ્રેસનાં વોર્ડ નં.૩નાં તમામ ચારેય ઉમેદવારોએ પોતાનાં ફોર્મ પરત ખેંચી લેતાં વોર્ડ નં.૩માં ભાજપની પેનલ બિનહરીફ વિજેતા થઈ હતી. આમ ભાજપે વિજયનાં શ્રી ગણેશ કરી લીધા છે. વોર્ડ નં.૩માં ભાજપનાં ૧ ઉમેદવારનું ફોર્મ ર કરતાં વધુ બાળકો હોવાનાં કારણે રદ થયું હતું. આ માટે ૧ બેઠકની પેટાચુંટણી યોજાશે. જોવાની ખુબી એ છે કે બાકીનાં તમામ વોર્ડમાં અન્ય ઉમેદવારોએ દાવેદારી કરી હતી પરંતુ વોર્ડ નં.૩નાં ભાજપ-કોંગ્રેસ સિવાયનાં કોઈપણ પક્ષે ઉમેદવારી જ કરી ન હતી. પરિણામે કોંગ્રેસનાં ચારેય ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાની સાથે જ ભાજપને બિનહરીફ થવાની સોનેરી તક સાંપડી હતી. આમ અપક્ષો, એનસીપી વગેરે કોઈએ વોર્ડ નં.૩માં ઉમેદવારી ન કરતાં કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતાની સાથે જ ભાજપને બિનહરીફ જીત માટેની તક મળી ગઈ હતી.

Leave A Reply