ભાજપની લુખ્ખાગીરી : વોર્ડ નં.૧૩નાં ઉમેદવારે એનસીપીનાં ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ધમકી આપી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી આડે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ભાજપની વધુ એક લુખ્ખાગીરી સામે આવી છે વોર્ડ નં.૧૩નાં ઉમેદવારે એનસીપીનાં ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ધમકી આપી હોવાનું બહાર આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના વોર્ડ નંબર ૧૩નાં ઉમેદવાર ધરમન ડાંગરનો ભાઈ વિનુ અને તેમનો પુત્ર કાનો એનસીપી કાર્યાલયે આવ્યા હતા અને વોર્ડ નંબર ૧૩ નાં ઉમેદવાર દિવ્યાબેન સાવરાણીને પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેવા ધમકી આપી હતી એવો રેશમા પટેલે આક્ષેપ કર્યો છે. રેશમા પટેલને પણ ધમકી આપી હોવાનું રેશમા પટેલે જણાવ્યું હતું. એનસીપીના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા નહિતર વેરાવળથી ગુંડાઓ બોલાવી ટાંગા ભાગી નાખવામાં આવશે. એવી ધમકીના આરોપ સાથે રેશમા પટેલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને રક્ષણ આપવાની માંગ કરી છે. સામા પક્ષે ધરમન ડાંગરે તમામ આક્ષેપોને ફગાવી જણાવ્યું હતું કે પોતે અથવા તેનો ભાઈ કે તેનો પુત્ર એનસીપીના ઉમેદવારને જોયા પણ નથી. અને ઓળખતા પણ નથી. રાજકીય રીતે બદનામ કરવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવતા હોવાનું જણાવે છે.

Leave A Reply