ભાજપના ભ્રષ્ટાચારી શાસનથી પ્રજાને મુકત કરી જૂનાગઢ શહેરને સ્વચ્છ અને રળીયામણું બનાવશું

જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ર૧ જૂલાઈ ર૦૧૯ના રોજ યોજનારી ચુંટણી અંગે ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા મેનીફેસ્ટો જાહેર કરવામાં આવેલ હતો. આ સંકલ્પ પત્રમાં જૂનાગઢ શહેરની જનતાને કોંગ્રેસ પક્ષ દ્વારા કોલ આપવામાં આવેલ છે. ધાર્મીક, ઐતિહાસીક અને સાંસ્કૃતિક નગરી એવા જૂનાગઢ શહેરમાં ભુલકાઓ, નવ યુવાનો માતાઓ-બહેનો અને વડીલો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સગવડતા સાથે આપી અને જૂનાગઢને નવલુ રૂપ આપે વિકાસની ટોચ ઉપર બેસાડવામાં આવશે. સ્વચ્છ સોહામણું અને રળીયામણું બનાવવા કોંગ્રેસ કટીબધ્ધ છે તેવો કોલ આપવામાં આવ્યો હતો. ગઈકાલે મહાનુભાવોની ઉપસ્થિતીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જારી કરેલા ચુંટણી ઢંઢેરામાં અનેક વિકાસીલ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આ સંકલ્પ પત્રમાં વિકાસની યાત્રાનો અહેવાલ રજૂ કરવામાં આવેલ છે. જે અંગે એક દ્રષ્ટીપાત કરીએ તો વિસ્તૃત વિગતો આ પ્રમાણે છે. કોંગ્રેસે જારી કરેલા સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે,
• જૂનાગઢ એટલે ઐતિહાસીક અને સાંસ્કૃતિક નગર છે ત્યારે શહેરની ઐતિહાસીક વિરાસતને નવા રૂપ રંગથી મઢી જૂનાગઢના આભુષણરૂપ બની રહે તે માટે અમો કટ્ટીબધ્ધ છીએ.
• જૂનાગઢના ઐતિહાસીક ધરોહર એવા ઉપરકોટને સજી-ધજીને જૂનાગઢમાંથી નવો ગઢ બનાવી બગીચાઓ, બેઠક વ્યવસ્થા, ફ્રી વાઈ-ફાઈ ઝોન, બેનમુન આધુનીક સુવિધા ઉભી કરી ઉપરકોટમાં ઓપન એર થ્રીયેટર બનાવવા અમો વચન બધ્ધ છીએ.
• જૂનાગઢના ઐતિહાસીક સુદર્શન તળાવને નવું રૂપ આપી. શહેરની વિરાસતને પૂર્નઃજીવીત કરી આગવું નજરાણું બનાવશું.
• શહેરના વીલીંગ્ડેન ડેમ ખાતે રમણીય બગીચા, ફુવારા, બેઠક વ્યવસ્થા કરીશું અને શરદ પુનમ સહીતના તહેવારો ઉપર મીની મેળાના આયોજનની સાથે એક પીકનીક પોઈન્ટ બની રહે તેવી કામગીરી માટે અમો વચન બધ્ધ છીએ.
• શહેરના મૃતઃપાય અવસ્થામાં રહેલા રાજીવ પાર્ક, ચીલ્ડ્રન પાર્કને પૂર્નઃ રમણીય બનાવી, મ્યુઝીક અને કલરફુલ ફુવારાથી સુસજજ કરીશું સાથો સાથે દરેક વોર્ડમાં એક ચીલ્ડ્રન પાર્ક બનાવીશું.
• જૂનાગઢના તમામ ફરવા લાયક ધાર્મીક સ્થળો, મોટા ચોક અને રાજમાર્ગો ઉપર ફ્રી વાઈ-ફાઈ ઝોન બનાવશું.
• શહેરના સ્વિમીંગ પુલને આધુનિક ઓપ આપી, શુધ્ધ પાણી સાથે ફરી કાર્યરત કરીશું.
• શહેરના સીનીયર સીટીઝનો માટે ધાર્મિક પુસ્તકો, વર્તમાન પત્રો સાથેની મીની લાઈબ્રેરી તથા ઈન્ડોર ગેમ સાથેના દરેક વોર્ડમાં વડીલોનો ઓટલો બનાવીશું.
• શહેરમાં ટીંબાવાડી, જોષીપુરા, દોલતપરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આરામ દાયક બેઠક વ્યવસ્થા સાથેની વાંચનાલય તથા આ વિસ્તારમાં મીની શાક માર્કેટ બનાવવા અમો સંકલ્પ બધ્ધ છીએ.
• જૂનાગઢના ખેલાડીઓ રમત-ગમતમાં નિપુણ બને તે માટે ઝફર મેદાનનું પુનરોત્થાન કરીશું અને રમત-ગમત સાધનોથી સુસજજ કરીશું અને વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડને ટફ વિકેટ, પુરતી લાઈટીંગ તથા ડ્રેસીંગ રૂમ અને બેઠક વ્યવસ્થા, આધુનિક ઓપ આપવા પણ વચનબધ્ધ છીએ.
• મહિલાઓ અને યુવાનો સ્વનિર્ભર બને તે માટે વિવિધ વર્ગો, કોચીંગ કલાસ અને નિયમીત રીતે સેમીનાર યોજાય તે માટે માહિતી સભર વર્ગોનું નિર્માણ કરવા અમો કટ્ટીબધ્ધ છીએ.
• નરસિંહ મહેતા તળાવ ફરતે રીંગ રોડ સાથે કાકરીયા તળાવની જેમ આધુનિક ઓપ આપી જૂનાગઢ શહેરનું આકર્ષણનું કેન્દ્ર બનાવશું.
• જૂનાગઢ શહેરના તમામ વિસ્તારોમાં નવી આંગણવાડી ભવનોના નિર્માણ અને શહેરમાં આવેલી પ્રાથમિક શાળા મનપા હસ્તક લઈને શહેરના બાળકોને ઉચ્ચ કોટીનું અને સુવિધા સભર શિક્ષણ મળે તે માટે અમો સતત પ્રયત્નશીલ રહીશું.
• જૂનાઢમાં એક રાત્રી બજાર ખુલ્લી મુકીશું અને રવિવારી બજારને સુવિધા સભર બનાવીશું.
• જૂનાગઢવાસી અને પ્રવાસીઓ માટે સુવિધા સભર જૂનાગઢ દર્શન બસ નિયમિત શરૂ કરાવીશું અને દરેક વિસ્તારોમાં દર અડધી કલાકે સીટી બસ સેવા મળે તે માટે વચનબધ્ધ છીએ.
• દરેક વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર આરોગ્ય લક્ષી સુવિધા સભર બનાવી શહેરના ૪ વિસ્તારમાં ર૪ x ૭ કલાક દાકતરી સેવા મળે તેવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા અમો પ્રયત્શીલ કરી શું.
• ભવનાથ ખાતે આવતા પ્રવાસીઓ, ભાવિકો માટે વિશ્રામ ગૃહ બનાવી પ્રવાસીઓના રહેઠાણ, સ્નાન અને ભોજન વ્યવસ્થા માટે અમે પ્રયત્નશીલ રહેશું.
• શહેરની ટ્રાફીક સમસ્યા હાલ કરવા જુદા જુદા વિસ્તારોમાં પાર્કીંગ ઝોન, શહેરના તમામ ચોક ઉપર ટ્રાફીક સીગ્નલ ઉભા કરીશું અને શહેરમાં વીજ કંપનીઓના થાંભલા કઢાવી અંડર ગ્રાઉન્ડ વાયર ફીટ કરાવીશું.
• શહેરમાં પાણીના તળ ઉંચા આવે તે માટે ખામધ્રોળ, ઝાંઝરડા, સાબલપુર તથા ભવનાથ ક્ષેત્રમાં તળાવના નવનિર્માણ અને શહેરને પાણી પુરૂ પાડતા તળાવો, ડેમો તથા કુવામાંથી કાપ કઢાવી પાણી સમસ્યા હલ થાય અને શહેરને શુધ્ધ અને નિયમિત પીવાનું પાણી મળે તે માટે અમો સંકલ્પ બધ્ધતા દર્શાવી છે.
• જૂનાગઢ શહેરમાં એક વધુ ફાયર સ્ટેશનને ફાયર સેફટીના આધુનિક વાહનો તથા સાધનો સાથે શરૂ કરવા અમો કટ્ટી બધ્ધતા દર્શાવી છે.
• મહાનગરમાં ભળેલ નવા વિસ્તારોની ફાજલ અને સરકારવાળી જમીન મ.ન.પા. હસ્તક લઈને નવા આવામો તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઝુપડા, કાચા મકાનો રેગ્યુલાઈઝ કરી સલ્મ કલીયરન્સ કરીશું.
• જૂનાગઢ શહેરના દરેક વોર્ડમાં મીની ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, કોમ્યુનીટી હોલ, જાહેર શોચાલયો અને ફુટપાથ, પુરતી ગટર વ્યવસ્થા અને અતુટ રસ્તાથી સજજ કરાશે તેવી જાહેરાત કરી હતી.
• મહાનગરમાં ભળેલ નવા વિસ્તારોમાં ભવિષ્યની ચિંતા કરી મોટી ગટરો, ડીવાઈડર સાથેના મુખ્ય માર્ગો રોડ અને પીવાના પાણીની વ્યવસ્થા બંધ છે તે પૂર્નઃશરૂ કરીશું અને શહેરના અનેક વિસ્તારમાં જાહેર શૌચાલયોના નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.
• મ.ન.પા.માં ભાજપ દ્વારા થયેલ ભ્રષ્ટ શાસનનો અંત લાવી વહીવટી સુધારા સાથે સીંગલ વીન્ડો ડોર સિસ્ટમ ઉભી કરવા અમો વચનબધ્ધ છીએ તથા મ.ન.પા. દ્વારા અપાતી તમામ મંજુરી અને ફરીયાદ ઓન લાઈન કરી ઝડપી નીકાલ કરવા તથા પારદર્શક વહીવટ માટે અમો હંમેશા કટ્ટીબધ્ધ, વચનબધ્ધ અને સંકલ્પબધ્ધ વ્યકત કરી છે.
• મ.ન.પા.ના શાસનમાં જે ગેરરીતી અને ભ્રષ્ટાચારો થયા છે એની સામે તપાસ સમિતિ બનાવી જવાબદાર પદાધિકારીઓ પાસેથી રીકવરી કરાવીશું. આ રીતે કોંગ્રેસે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

Leave A Reply