Saturday, October 19

જૂનાગઢમાં ભાજપની વિજય વિશ્વાસ સંકલ્પ રેલી યોજાઈ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીને હવે માત્ર ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે આ ચુંટણીમાં સતા કબ્જે કરવા માટે રાજકીય પક્ષો કાર્યરત બનેલ છે અને જુદાં-જુદાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ રેલી યોજવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા બાદ આ રેલી આઝાદ ચોક સુધી પહોંચી હતી અને ત્યાંથી જુદાં-જુદાં વિસ્તારમાં ફરી હતી. ભાજપની આ વિજય વિશ્વાસ રેલીમાં નિતીનભાઈ ભારદ્વાજ, જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મંત્રી જયેશભાઈ રાદડીયા, જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, જૂનાગઢ મહાનગરપાલિકાનાં ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, ધીરૂભાઈ ગોહેલ, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશ ધુલેશીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.

Leave A Reply