Saturday, October 19

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી સબબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જૂનાગઢ મહાનગરપાલિકાની તા.ર૧ જુલાઈના રોજ ચૂંટણી યોજવામાં આવી રહી છે આ ચૂંટણી દરમ્યાન કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાઈ તેમજ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લોકો પણ શાંતિપૂર્વક નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા સઘન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ તેમજ જૂનાગઢ વિભાગના ડીવાયએસજી પ્રદિપસિંહ જાડેજાના સિધ્ધા દોરવણી હેઠળ જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવેલ છે અને આ ઉપરાંત તકેદારીના વિવિધ પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે.
આ સાથે જ જૂનાગઢ શહેરના વિવિધ પોલીસ ડિવીઝન તેમજ શહેર પોલીસ તેમજ જીલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ અને આ સાથે જ એસઆરપીની પાંચ કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. ઘોડે સવાર પોલીસનો પણ પેટ્રોલીંગ ચાલુ છે. સતત સઘન પેટ્રોલીંગની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોને પણ કોઈ જાતના ભય રાખ્યા વગર નિર્ભયતાથી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. દરેક મતદાન બુથ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ઉપરાંત મતદાનનાં સંવેદનશીલ મતદાન કેન્દ્રો તથા સંવેદનશીલ વિસ્તારોમાં જંગી પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, પેટ્રોલીંગ પણ ગોઠવાયું છે. લોકો શાંતિપૂર્વક મતદાન કરી શકે તેથી ચુસ્તની બંદોબસ્તની સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Leave A Reply