જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સબબ એસઆરપીની પાંચ કંપની સહિત ૧૮૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવતીકાલે ચૂંટણી યોજાનાર હોઈ, જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આગોતરૂં આયોજન કરી, પોલીસને સતર્ક કરી, ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, નાઈટ રાઉન્ડ, પ્રોહી જુગારના બુટલેગરોના ચેકીંગ, વિગેરે છેલ્લા ૧૫ દિવસ જેટલા સમયથી સતત કાર્યવાહી કરવામાં આવેલ છે, જે હાલમાં પણ ચાલુ જ રાખવામાં આવેલ છે. આવતીકાલે યોજાનાર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા માટે પણ જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જડબેસલાક બંદોબસ્તનું આયોજન કરી, કોઈ ગરબડ ન થાય અને અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ જિલ્લાની તેમજ બહારના જિલ્લાની પોલીસને બોલાવી, ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઇ, કુલ ૦૮ ડીવાયએસપી, જેમાં બે આઇપીએસ કક્ષાના અધિકારીઓ, ૧૦ પોલીસ ઇન્સ્પેકટર, ૬૫ જેટલા પીએસઆઇ, ૧૦૦૦ જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ/જીઆરડી, ઉપરાંત એસઆરપીની કુલ પાંચ (૫) કંપનીઓ ૪૦૦ જવાનો સહિતનો કુલ આશરે ૧૫૦૦ માણસોનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમ્યાન દરેક મતદાન મથક તથા બુથ ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ હોમગાર્ડ તથા મહિલા પોલીસ તૈનાત કરી, બુથની બહાર પણ હથિયાર ધારી પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. બુથની બહારના વિસ્તારમાં આ ઉપરાંત શહેર વિસ્તારમાં સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં આશરે ૪૫ જેટલા પોઇન્ટ નક્કી કરી, રાઉન્ડ ધી ક્લોક પોઇન્ટ ઉપર હથિયાર ધારી પોલીસ તથા એસ.આર.પી. ગઈકાલ સાંજથી જ તૈનાત કરવામાં આવેલ છે તેમજ આ પોઇન્ટ ઉપર સુપરવિઝન માટે એક પીએસઆઇ તથા ત્રણ માણસો સહિતની કુલ ૧૪ ટીમો દિવસ રાત ફરજ બજાવવા માટે બંદોબસ્તમાં લાવવામાં આવેલ છે.
પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા આ વખતની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આગોતરૂં આયોજન કરી, સંવેદનશીલ વિસ્તારોમાં પહેલેથી જ રાવટીઓ મૂકી, પોલીસ તથા એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો. આ સાથે આગામી ચૂંટણીના બંદોબસ્તમાં સંવેદનશીલ વિસ્તારોમાં ૪૫ જેટલા પોઇન્ટ ગોઠવી આ પોઇન્ટ ઉપર પીએસઆઈ સહિતની ૧૪ ટીમો પણ રાઉન્ડ ધ ક્લોક રાત દિવસ ફરજ બજાવવા માટે ચૂંટણીના બે દિવસ અગાઉથી ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત પોલીસ સ્ટેશન વાઇઝ કવિક રિસ્પોન્સ ટીમ ઊઇ્‌ પણ બનાવી, તાત્કાલિક પોલીસ રિસ્પોન્સ આપવા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. વધુમાં દરેક વોર્ડ વાઇઝ એક પોલીસ ઇન્સ્પેકસ્ટરને ખાસ ફરજ સોંપવામાં આવેલ છે. ગુજરાતના પોલીસ વડા ડીજીપી શિવાનંદ ઝા તરફથી પણ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અનુસંધાને ડીવાયએસપી ૦૧, પો.ઈન્સ. ૦૮, પીએસઆઈ ૪૦, પોલીસ જવાનો ૨૫૦, સહિતના કુલ સ્ટાફ ૩૦૦ જેટલા વધારે માણસોની ફાળવણી કરવામાં આવતા હાલમાં કુલ કુલ ૦૯ ડીવાયએસપી, જેમાં બે આઇપીએસ કક્ષાના અધિકારીઓ, ૧૮ પોલીસ ઇન્સ્પેકટર, ૧૦૫ જેટલા પીએસઆઇ, ૧૩૦૦ જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ/જીઆરડી, ઉપરાંત એસઆરપીની કુલ પાંચ (૫) કંપનીઓ ૪૦૦ જવાનો સહિતનો કુલ આશરે ૧૮૦૦ માણસોનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ છે.

Leave A Reply