Saturday, October 19

અમરનાથ યાત્રા : ૨૪ દિનમાં કુલ ૨૪ શ્રદ્ધાળુના થયેલા મોત

શ્રીનગર,તા. ૨૪
વાર્ષિક અમરનાથ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને જારદાર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જારી રહી છે. હજુ સુધી તમામ સારી સુવિધાઓના પરિણામસ્વરૂપે ૨.૯૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. માત્ર ત્રણ સપ્તાહના ટુકાં ગાળામાં જ આ સંખ્યા નોંધાઇ છે. આ વખતે દર્શન કરનારની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી શકે છે. અમરનાથ યાત્રાના ૨૪માં દિવસે આજે બુધવારે ૨૭૨૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવના કરવામાં આવી હતી. પોલીસે કહ્યુ છે કે બાલતાલ રૂટ માટે ૧૨૪૭ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જ્યારે ૧૪૭૬ શ્રદ્ધાળુઓ પહેલગામ માટે રવાના કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રામાં હજુ સુધી કુલ ૨૪ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જે પૈકી અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ૨૨ શ્રદ્ધાળુઓના કુદરતી રીતે મોત થયા છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ૩૦ શ્રદ્ધાળુ યાત્રા માર્ગ ઉપર પથ્થરો પડવાના કારણે ઘાયલ થયા છે. આ વખતે યાત્રાના આધાર કેમ્પ ખાતે એફએમ રેડિયો સ્થાપિત કરવામાં આવ્યો છે જેના કારણે હવામાન અંગેની માહિતી પણ મળી શકશે. અમરનાથ યાત્રા રુટ ખુબ જ જટિલ છે. કેટલીક જગ્યાએ ઓÂક્સજનની કમી હોવાના કારણે યાત્રીઓ એટેકના શિકાર થાય છે. યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થયા છે. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જારદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી.

Leave A Reply