Saturday, October 19

જૂનાગઢ જીલ્લામાં હળવા-મધ્યમ ઝાપટાં

જૂનાગઢ જીલ્લામાં મેઘાંડબર જેવો માહોલ જોવા મળી રહયો છે. છેલ્લા ૩ દિવસથી મધ્યમથી હળવા ઝાંપટા વરસાવી મેઘરાજા હાઉકલી કરી લેતાં હોય હવે લોકો મેઘરાજાની તોફાની ઈનીંગ્સની આતુરતાથી રાહ જોઈ રહયા છે. ફર્લ્ડ કંટ્રોલમાંથી તા. ર૭નાં સવારનાં ૬ વાગ્યા સુધીનાં મળેલા આંકડા મુજબ કેશોદમાં પ મીમી, જૂનાગઢમાં ૧ મીમી, મેંદરડામાં ૧પ મીમી, માંગરોળમાં ૧ર મીમી, માળીયા હાટીનામાં ૯ મીમી, વંથલીમાં ૩ મીમી જયારે વિસાવદરમાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે.
શનિવાર સવારથી પણ મેઘરાજા રીમઝીમ વરસી રહયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકો પણ હવે દે ધનાધન વરસાદની આતુરતા ભરી મીટ માંડીને બેઠા છે. જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ, માણાવદર તાલુકામાં વરસાદ પડયો ન હતો.
જો કે જંગલ વિસ્તાર અને ઉપરવાસમાં સારો વરસાદ વરસી રહયો હોવાનાં અહેવાલ સાંપડી રહયા છે. જૂનાગઢ શહેરનું નરસિંહ સરોવર હજુ સુધી છલકાયું નથી.

Leave A Reply