Saturday, October 19

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો થશે શુભારંભ

પવિત્ર શ્રાવણ માસનો શ્રાવણ સુદ એકમ જે આવતીકાલ તા.૧-૮-ર૦૧૯ને ગુરૂવારનાં દિવસથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે શિવ મંદિરોમાં પૂજન, આરતી સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેથી ભકિતભાવભર્યુ શિવમય વાતાવરણ પ્રવર્તી જશે.
શ્રાવણ માસનાં પ્રારંભની સાથે જ જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રભરનાં શિવાલયો ‘ઓમ નમઃ શિવાય’નાં નાદથી ગુંજી ઉઠશે. દેવાધિ દેવ મહાદેવ ભગવાન શિવજીનો મહીમા અને પૂજન માટેનો વિશેષ મહીનો ગણાતાં શ્રાવણ માસનાં દિવસનાં શુભારંભે જૂનાગઢ શહેરમાં આવેલા તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. બિલ્લીપત્રની પૂજા, દૂધનો અભિષેક, જળાભિષેક, શિવસ્તુતિ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
જૂનાગઢ શહેરમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ, બિલનાથ મહાદેવ, ભુતનાથ મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, સિધ્ધેશ્વર મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, ઈન્દ્રેશ્વર મહાદેવ, ભવનાથ મહાદેવ સહીતનાં શિવ મંદિરો આગામી સોમવારથી શિવસ્તુતિથી ગુંજી ઉઠશે અને ભકતજનોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડશે તેમજ શ્રાવણ માસનાં પ્રારંભે શિવજીનાં મંદિરોમાં અનેરી સજાવટોની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Leave A Reply