જૂનાગઢ મનપાનાં નવા સુકાનીઓ : ધીરૂભાઈ ગોહેલ મેયર

 

 

 

 

 

 

 

 

 

 

 

જૂનાગઢ મહાનગરપાલિકાનાં ચુંટણી પરીણામ જાહેર થયા બાદ જેની ખુબ જ આતુરતા પૂર્વક રાહ જાવાઈ રહી હતી અને જે અંગે અટકળોનાં દોર સાથે છેલ્લા ૮ દિવસથી જે મુદો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો તેનો આજે અંત આવી ગયો છે. આજે જૂનાગઢ મનપાનું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં મનપાનાં નવા સુકાનીઓની વરણી કરવામાં આવી હતી. જૂનાગઢ કોર્પોરેશનનાં મેયર પદે ધીરૂભાઈ ગોહેલની વરણી કરવામાં આવી છે. ધીરૂભાઈ ગોહેલનું નામ પહેલીથી જ મેયર પદ માટે નિશ્ચિત મનાતું હતું. જયારે
ડે. મેયર પદે હિંમાશું પંડયાની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પદે રાકેશ ધુલેશીયાની વરણી કરવામાં આવી છે. જયારે નટુભાઈ પટોળીયાને શાસક પક્ષનાં નેતા બનાવવામાં આવ્યા છે. ધરમણભાઈ ડાંગરની દંડક તરીકે વરણી કરવામાં આવી છે. આમ મેયર સિવાયનાં તમામ પદોની વરણીમાં ભાજપ હાઈકમાન્ડે આશ્ચર્ય સર્જી દીધું છે. જે નામો બહુ ચર્ચાતા હતાં તેનાં ઉપર ચોકડી લાગી ગઈ હતી અને નવા જ નામો જાહેર થયા હતાં. જયારે આ વખતે એવું પહેલીવાર બન્યું છે કે જૂનાગઢ કોર્પોરેશનનાં મહત્વનાં એકપણ પદ ઉપર મહિલાની નિમણુંક થઈ નથી. એક તરફ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’નાં નારા સાથે સમગ્ર દેશમાં અભિયાન ચલાવી રહી છે ત્યારે બીજી તરફ ભાજપ શાસીત જૂનાગઢ કોર્પોરેશનમાં એક પણ મહિલાની નિમણુંક કરવામાં આવી નથી. જૂનાગઢ કોર્પોરેશનમાં ર૯ મહીલાઓ સભ્યપદે ચુંટાઈ આવેલ છે. પરંતુ તેમાંથી એક પણ મહિલાને પદ આપવા માટે ભાજપ હાઈકમાન્ડે લાયક ગણી નથી તે બાબત ચર્ચાનો વિષય બનેલ છે.

વિપક્ષનાં નેતા અદ્રેમાન પંજા, દંડક વિજય વોરા
દરમ્યાનમાં જૂનાગઢ કોર્પોરેશનમાં વિરોધ પક્ષનાં નેતા તરીકે એનસીપીનાં કોર્પોરેટર અદ્રેમાન પંજાની વરણી કરવામાં આવી છે. જયારે વિપક્ષનાં દંડક તરીકે વિજયભાઈ વોરા એનસીપીએ નિમણુંક આપી છે.

Leave A Reply