શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર : શિવ મંદિરોમાં ગુંજી ઉઠયો ૐ નમઃ શિવાયનો નાદ

શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોય જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં શિવમંદિરોમાં આજે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ દર્શનાથે ઉમટી પડી હતી. અને શિવાલયો હરહર ભોલે હરનાં નાદથી ગુંજી ઉઠયાં
હતાં. દેવાધિદેવ મહાદેવ એવા ભગવાન શિવજી ભોળા શંકરનાં મહિમાં વર્ણવતાં પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે ત્યારે શ્રાવણ માસનાં આ દિવસો દરમ્યાન શિવમંદિરોમાં અનેરી સજાવટ,ડેકોરેશન સાથે ભકતજનો ભોળાનાથની ભકિતમાં લીન બની ગયા છે.
રોજ જુદાં-જુદાં દર્શન-મહાઆરતી સાથે આજે શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે વહેલી સવારથી જ દરેક શિવમંદિરોમાં પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે આ ઉપરાંત સાંજના સમયે દિપમાળા સહિતનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. બિલીપત્રની પુજા, દુધનો અભિષેક, જળધારા, રૂદ્રી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આજે વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ ભગવાન શિવજીનાં દર્શને ઉમટી પડયો છે પ્રભાસ-પાટણ સ્થિત
સોમનાથ જયોર્તીલીંગ મંદિરમાં પણ શ્રાવણ માસ દરમ્યાન રોજ ભવ્ય સુશોભન સાથે જુદાં-જુદા શિવ દર્શન યોજાનાર છે અને શંભુ શરણે પડી….માગું ઘડી રે ઘડી….કષ્ટ કાપો….દયા કરી દર્શન શિવ આપો…..નાં ગીત-ગુંજારવ હર..હર..મહાદેવનાં નારા સાથે શિવજીનાં મંદિરોમાં ઉદ્‌ઘોષ થઈ રહ્યો છે અને ભાવિકો ભાવવિભોર બની ગયા છે.

Leave A Reply