જૂનાગઢ શહેરમાં જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરાઈ

મુસ્લિમોનાં પવિત્ર તહેવાર ‘‘ઈદ-અલ-અઝહા’’ની આજે દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. તમામ નાનાં-મોટા શહેરો, ગ્રામ્ય સ્તરોમાં, મહાનગરોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે સવારે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ઈદ-અલ-અઝા નિમિત્તે જૂનાગઢ શહેરમાં પણ જુમ્મા મસ્જિદ તથા શહેરની તમામ મસ્જીદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવ્યાં હતાં. હાલમાં વરસાદી ઋતુ હોવાથી ગમે ત્યારે વરસાદ આવે તેમ હોય આ વખતે સરદારબાગ ઈદગાહ ખાતે ઈદની નમાઝ યોજાઈ હતી નહીં. તેને બદલે શહેરની જુમ્મા મસ્જિદ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. પ્રસ્તૃત તસ્વીરોમાં જુમ્મા મસ્જિદ ખાતે ઈદની નમાઝ અદા કરી રહેલાં મુસ્લિમ બિરાદરો દર્શાય છે. શહેરની પ્રત્યેક મસ્જિદોમાં ઈદનાં સંદેશામાં દેશભરમાં સુખ,શાંતિ, એકતા જળવાય રહે તેવી દુઆ કરવામાં આવી હતી.

Leave A Reply