Sunday, November 17

જૂનાગઢને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ રપ ફૂટ ભરાયો, ઓવરફલો માટે ૮ ફૂટ પાણીની જરૂર

જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતા વિલિંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ઓઝત-૧, ઓઝત-ર ડેમ અગાઉ જ સારા વરસાદથી ઓવરફલો થઈ ગયા છે. પરંતુ વિશાળ જળસંગ્રહ  ધરાવતો હસ્નાપુર ડેમ હજુ પણ છલકાયો નથી. જા કે, શનિવારે ગિરનાર જંગલ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પાંચ ફૂટ નવા નીરની ધીંગી આવક થતાં રપ ફૂટ ભરાઈ ગયો છે અને વધુ ૮ ફૂટ નવા નીરની જારદાર આવક થાય તો ઓવરફલો થઈ શકે એમ જૂનાગઢ મનપાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર અલ્પેશભાઈ ચાવડાએ જણાવ્યું છે. તેઓએ હસ્નાપુર ડેમની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડેમની કુલ ઉંચાઈ મીટરમાં ૧૦.૩૭ છે. અને પાણીની કુલ સંગ્રહ ક્ષમતા ૮.૪૦૩ મી. ઘ.મી. છે. આમ જળસંગ્રહ ક્ષમતા ર૯૩ એમસીએફટી છે. હસ્નાપુર ડેમનો જળસ્ત્રાવ વિસ્તાર મોટા પ્રમાણમાં વિશાળ હોય અને છેલ્લા ચારેક વર્ષથી જાઈએ એવો ધોધમાર વરસાદ પડયો ન હોવાથી ચાર વર્ષથી હસ્નાપુર ડેમ ઓવરફલો થયો નથી. હસ્નાપુર ડેમમાંથી પાણી વિતરણ માટે નવી લાઈનો પણ બેસાડવામાં આવી હોય દર વર્ષે પાણીનો ઉપાડ વધ્યો છે. અને દર વર્ષે પાણીની જરૂરિયાત રહે છે. અગાઉના વર્ષોમાં આ ડેમનું પાણી બે વર્ષ સુધી ચાલતું હતું.
જા કે, આ વર્ષે જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં મેઘરાજાએ સોરઠ ઉપર મહેર કરી છે. જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૭૦ ટકા વરસાદ વરસી ગયો છે જેમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં પ૯૬ મી.મી. (ર૪ ઈંચ) વરસાદ પડી ગયો છે એટલે કે ૬૪ ટકા જેવો વરસાદ થયો છે. હજુ પણ હવામાન વિભાગ સારા વરસાદની આગાહી કરી રહેલ હોય જા શ્રાવણ અને ભાદરવામાં મેઘરાજાની મહેર રહેશે તો હસ્નાપુર ડેમ છલોછલ થઈ જવાની પુરી સંભાવના છે. અને જૂનાગઢ શહેરનું જળસંકટ સાવ હળવું બની જશે.

Leave A Reply