જૂનાગઢમાં સ્વામી લીલાશાહ વેલફેર ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ સફળ રીતે સંપન્ન

સ્વામી લીલાશાહ વેલફેર ટ્રસ્ટ તેમજ લાડી લોહાણા સિંધી પંચાયત, જુનાગઢ દ્વારા ગત તારીખ ૧૮/૦૮/૨૦૧૯, રવિવારના રોજ તેજસ્વી વિદ્યાર્થીંઓના સન્માન માટેનો ભવ્ય કાર્યક્રમ “તેજસ્વી તારલા – ૨૦૧૯” શામળદાસ ગાંધી ટાઉનહોલ જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૫ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વર્ષ ૨૦૧૮-૧૯માં ઉચ્ચ પરિણામ મેળવનારા કુલ ૨૧૪ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ શ્રી કાળુભાઇ સુખવાણી, અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત ઉપપ્રમુખ શ્રી ઈશ્વર જેઠવાણી, ઉત્તર ગુજરાત પ્રાંત પ્રમુખ શ્રી હિરાભાઇ ક્રિશ્નાણી, અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત જો. સેક્રેટરી શ્રી સેવારામ મુલચંદાણી, જનરલ સેક્રેટરી સૌરાષ્ટ્ર પ્રાન્ત શ્રી કમલેશભાઈ જુમાણી, તેમજ લાડી લોહાણા સિંધી પંચાયતના જેતપુર, રાજકોટ, ઉના, કોડીનાર, વેરાવળ, બાંટવા વગેરે શહેરના પ્રમુખશ્રીઓ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થીત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા ખ્યાતનામ લાઈફકોચ શ્રી ધર્મેશભાઈ પીઠવા દ્વારા ‘પોજીટીવ પેરેંટિંગ’ વિષય ઉપર ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

Leave A Reply