જૂનાગઢમાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે જન્માષ્ટમી પર્વની શાંતિપૂર્ણ ઉજવણી

જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળેલ હતી. જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા શોભાયાત્રાના રૂટ ઉપર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોબેશ્નર ડીવાયએસપી સ્મિત ગોહેલ, ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.ગોસ્વામી, પો.સ.ઇ. પી.જે.રામાણી, જે.એચ.કચોટ, એ.એલ.બારસિયા, કે.બી. લાલકા, સાહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સમગ્ર રથયાત્રા રૂટ ઉપર તથા રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્ત ગોઠવી, રથયાત્રા શાંતિપૂર્ણ પુરી થાય તે માટે સતત હાજર રહી, જહેમત ઉઠાવી હતી.
સામાન્ય રીતે શોભાયાત્રામાં દારૂ પીધેલા શખ્સોના ત્રાસના કારણે આમ પ્રજા શોભાયાત્રાને માણી શકતા ના હોઈ, ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શોભાયાત્રામાં પણ ચેકીંગ હાથ ધરી, દારૂ પીધેલા શોભાયાત્રામાં છાકટા બનેલા આરોપીઓ જતિનભાઈ નરેન્દ્રભાઈ ભુવા (ઉ.વ. ૨૭ રહે. સિંધી સોસાયટી, જૂનાગઢ), વિમલ ઉર્ફે માંડવી અશોકભાઈ ગાંગડીયા (ઉ.વ. ૨૮, રહે. ફૂલીયા હનુમાન રોડ, જૂનાગઢ), સચિન ગીરીશભાઈ કારેણા (ઉ.વ. ૧૮ રહે. ગોધાવાવની પાટી, જૂનાગઢ) તથા વિજય ચંદુભાઈ ચાવડા (ઉ.વ. ૩૨ રહે. ગોધાવાવની પાટી, જૂનાગઢ)ની ધરપકડ કરી, પ્રોહીબિશનના ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. આમ, ‘એ’ ડિવિઝન પોલીસની શોભાયાત્રા દરમ્યાન સતર્કતાના કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ યોજાયેલ હતી અને આયોજકો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

Leave A Reply