Saturday, April 4

મુરખને પણ સમજાય તેવી વાત છે કે નવ દિવસનાં નોરતા માટે બે-ત્રણ મહિના અગાઉ પ્રેક્ટીસની શી જરૂર ?

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં દરેક જીલ્લામાં અનેક શહેરોમાં નવરાત્રીને અનુલક્ષીને દાંડીયાનાં કલાસીસો શરૂ થઈ ગયાં છે અને દિવસ દરમ્યાન તેમજ મોડી રાત્રી સુધી આવા કલાસીસોમાં બહેન-દિકરીઓ, મહિલાઓ દાંડીયારાસની પ્રેક્ટીસ કરવા જતી હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી આવા ડિસ્કો-દાંડીયાની પ્રેક્ટીસનાં બહાને કેટલાંક શહેરોમાં યુવતિઓ, મહિલાઓ કે દિકરીઓનું શોષણ કરવામાં આવતું હોવાની પણ અનેક ફરીયાદો ઉઠી છે. ત્યારે સમાજનાં કહેવાતાં જાગૃત નાગરિકો અને વાલીઓએ માતાજીનાં પવિત્ર નોરતાનાં નામે ચાલતાં એવા ધતિંગો સામે કડક પગલાં લેવાની જરૂર છે અને ખાસ કરીને આવા કલાસીસોમાં જે બદનામ થઈ ગયેલાં છે તેમાં પોતાની દિકરી, મહિલાઓને મોકલતાં પહેલાં ૧૦૦ વાર વિચાર કરવાની જરૂર છે.
ગુજરાતમાં નાના-મોટાં શહેરોમાં ગરબા કે દાંડીયા કલાસીસોનો ભારે મોટો રાફડો ફાટ્યો છે. જેમાંનાં કેટલાંક કલાસીસ યુવાનો માટે કોઈપણ પ્રકારનાં બંધન વગરનાં યુવક-યુવતિઓ માટે મળવા માટેનાં સલામત સ્થળ બની ગયાં છે. કેટલાંક કલાસીસમાં મોબાઈલ નંબર લઈ વોટ્‌સએપ, ઈન્સ્ટ્રાગ્રામ અને ફેસબુક ગ્રૃપ બનાવી ડ્રેસકોડનાં નામે જુદાં-જુદાં ફોટાઓ પાડવામાં આવે છે તેમજ યુવતીઓની માહિતી અને ફોટાઓનો દુરઉપયોગ થઈ રહ્યો છે. નવા સ્ટેપનાં બહાને યુવતિઓનો સંપર્ક રખાય છે. બે-ત્રણ મહિનામાં દોસ્તી કરી પિકનિક ડે સેલીબ્રેશન, નવરાત્રી પહેલાં જુદાં-જુદાં સ્થળે બે-ત્રણ પાર્ટીમાં ગરબા કરી ચોક્કસ ગ્રૃપમાં જવાનો આગ્રહ પણ રખાય છે. આ ઉપરાંત દરરોજ કલાસીસમાં જોડી, સાંકળી, ટેટુ, સર્કલ, દાંડીયા જેવાં યુવક-યુવતિઓનાં કપલ દાંડીયારાસ રમાડવામાં આવે છે. આવા કલાસીસોમાં જુદાં-જુદાં સ્ટેપ શીખવા માટેનાં ર૦૦૦ રૂપિયાથી લઈ પ૦૦૦ જેવી ફી લેવાતી હોય છે. ત્રણ મહિનાનો ટ્રેનિંગ પિરીયડ હોય છે ત્યારે કેટલાંક ઉગતી ઉંમરની બાળાઓ, યુવતિઓ કે કયારેક તો પરિણીત મહીલાઓ પણ આવા ટ્રેનિંગ કલાસીસોમાં બટકબોલાં યુવાનનાં સંપર્કથી આકર્ષાયને મર્યાદા ચુકી જાય છે. ભોગ બનેલ દિકરી કે મહીલા સમાજમાં આબરૂં જવાનાં ડરે સતત પિંખાતી રહે છે અને તેનું શોષણ થાય છે તેવી ફરીયાદો આજે લોકોમાં ચર્ચાય છે. આવા કલાસીસોમાં કયાંય માતા, ભક્તિ કે ધર્મ જાવા મળતો નથી અને એટલાં માટે જ ઘરમાંથી દિકરી, મહિલા, યુવતિને દાંડીયા રાસનાં કલાસીસમાં મોકલતાં પહેલાં વિચારવાની જરૂર છે. અત્રે એક બાબતની સ્પષ્ટતા પણ કરી લઈએ કે, દરેક દાંડીયારાસનાં કલાસીસ ખરાબ નથી હોતાં પરંતુ જ્યાં દાંડીયારાસનાં કલાસીસનાં નામે યુવતિઓનું શોષણ કરવામાં આવતું હોય તેની આ વાત છે. નવરાત્રી આવે એટલે બાળકો, યુવાનો કે યુવતિઓ રાસ લેવા માટે થનગની ઉઠતાં હોય છે. અને આધુનિક જમાનાની સાથે તાલ મિલાવવા અને જુદાં-જુદાં સ્ટેપો શિખવા માટે તેઓને કલાસીસમાં જવાનું પણ આકર્ષણ થાય છે. પરંતુ વિચારવાની બાબત એ છે કે નવ દિવસનાં નોરતાંમાં બે-ત્રણ મહિના અગાઉ પ્રેકટીસ કરવાની શું જરૂર છે તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. વાર-તહેવારે અખબારોમાં નિવેદનો આપી અને અમે જાગૃત છીએ તેવો ફાંકો રાખનારાઓએ મંડળો અને સંસ્થાઓએ આવા આધુનિક દાંડીયાનાં ટ્રેનિંગ કલાસીસનો વિરોધ જાહેરમાં દર્શાવવો જોઈએ તેવી માંગણી પણ ઉઠી છે. વાલીઓએ ખાસ સાવચેત રહેવા જેવી બાબત એ છે કે પોતાની દિકરીને આવાં કલાસીસમાં મોકલતાં પહેલાં કલાસીસમાં પિતા કે પતિનો મોબાઈલ નંબર જ આપે, પોતાનાં વોટ્‌સએપ ડીપીમાં ભગવાનનો ફોટો મુકી દે, મોહલ્લા કે સોસાયટીની મહિલાઓ ભેગી થઈ સ્થાનિક દાંડીયારાસ શીખવાડે તો અતિ ઉત્તમ કહેવાય. આ ઉપરાંત પિતા-દિકરીને પિકનીક ડે, સેલીબ્રેશન કે ગરબામાં બહાર ન મોકલે અને સોસાયટીમાં, મોહલ્લામાં જ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે તેવું ગોઠવો તેમજ નવરાત્રી પતે કે તરત જ મોબાઈલમાં વોટ્‌સએપ ગૃપ ડિલીટ કરો, સમાજનાં આગેવાનો પોતાનાં સમાજમાં આ બાબતે જાગૃતિ લાવવા આ માહિતી ઘરે-ઘરે પહોંચાડે તો આપણે આપણી બહેન-દિકરીને સુરક્ષિત રાખી શકીશું તો જ બેટી બચાવો અભિયાન સફળ થશે તેમ જૂનાગઢનાં એક જાગૃત આગેવાને એક નિવેદનમાં જણાવ્યું છે.

ડીજે વગાડયું તો પાંચ વર્ષની કેદ અને રૂ. એક લાખ સુધીનો દંડ

ધ્વની પ્રદુષણને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સરકારી કાર્યક્રમો, ખાનગી, ધાર્મિક, સામાજીક પ્રસંગો કે પર્વ ઉત્સવોમાં ધ્વની પ્રદુષણને લઈ કોઈ ફરીયાદ મળે તો તેનાં ઉપર કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે અને જેમાં જો ડીજેનાં જોરદાર અવાજથી ધ્વની પ્રદુષણ થતું હોય તો આવી ફરીયાદ મળે તો તે વિસ્તારનાં પીઆઈનાં ઈન્ચાર્જની જવાબદારી રહેશે. અને આવા કિસ્સામાં સંબંધીતને પાંચ વર્ષની કેદ અને રૂ. એક લાખ સુધીનો દંડ કરાશે.

Leave A Reply