જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભાદરવી અમાસની ઉજવણી : દામોદરકુંડ ખાતે ભાવિકો ઉમટી પડ્યાં

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભાદરવી અમાસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે આજે પિતૃતર્પણ વિધી માટે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં છે અને તમામ રસ્તાઓ જાણે દામોદરકુંડ તરફ જતાં હોય તેવું લાગે છે. બ્રહ્મદેવોનાં મુખેથી ઉચારાતાં મંત્રોચ્ચાર સાથે પિતૃઓનાં મોક્ષાર્થે વિધીઓ કરવામાં આવી રહી છે.
આજે ભાદરવી અમાસનું પર્વ હોય ત્યારે જૂનાગઢનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા દામોદરકુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ સતત ઉમટી પડ્યો છે અને પોતાનાં સ્વજનો, પિતૃઓનાં મોક્ષાર્થે પિતૃતર્પણ વિધીનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. શ્રાવણવદ-૧૩, ૧૪ અને અમાસ નિમિત્તે પિતૃતર્પણ કરવાનું વિશેષ મહાત્મય રહેલું છે. ગઈકાલે સાંજથી જ ભાવિકોનો પ્રવાહ સતત ભવનાથ તરફ જતો હતો અને દામોદરકુંડ ખાતે પહોંચી ગયો હતો. દામોદરકુંડ ખાતે આવેલાં વિધ્વાન બ્રહ્મદેવો દ્વારા પિતૃતર્પણ વિધી કરવા માટે આવનારા ભાવિકોને વિધી સાથે પિતૃતર્પણ વિધી કરાવી રહ્યાં છે. હજ્જારો ભાવિકો પોતાનાં પિતૃઓનાં મોક્ષાર્થે પિતૃતર્પણ માટે દામોદરકુંડ ખાતે ધાર્મિક વિધીઓમાં ભાગ લઈ રહ્યાં છે. હજારો ભાવિકો દામોદરકુંડ ખાતે ઉમટી પડ્યાં હોય ત્યારે આ તકે યાત્રાળુઓની સલામતી માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જૂનાગઢ દામોદરકુંડ ખાતે દામોદરકુંડ ખાતે આજે પિતૃતર્પણ વિધી ભાવભેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રભાસ-પાટણ પ્રાંચી ખાતે પણ હજ્જારો ભાવિકોની પિતૃતર્પણ વિધીનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોએ આવેલાં પીપળાનાં વૃક્ષને પાણી રેડીને લોકો સ્વજનોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

Leave A Reply