જૂનાગઢના હસ્નાપુર ડેમમાં હવે ર ફૂટ પાણીની જરૂર : ભાદરવા માસમાં જ છલકાવાની આશા

સોરઠમાં એક અઠવાડીયાથી એકધારો ધિમીધારે સારો વરસાદ પડી રહ્યો હોય જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોને પાણી પુરૂં પાડતા હસ્નાપુર ડેમમાં નવા નીરની ધીંગી આવક થઈ છે અને હવે ઓવરફલો થવા માટે ર ફૂટ પાણીની જરૂર છે અને ગિરનાર જંગલ, ઉપરવાસમાં સારો વરસાદ પડી રહ્યો હોય ભાદરવા માસમાં જ છલકાઈ જાય તેવી આશા બંધાઈ છે. જયારે સતત મેઘરાજાની મહેરને જૂનાગઢ જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૦૯.પ૪ ટકા નોંધાઈ ચૂકયો છે. ફલડ કન્ટ્રોલમાંથી તા. ૧૦-૯-૧૯ ના સવારના ૬ સુધીના મળેલા આંકડા મુજબ કેશોદમાં ૧૩ મી.મી., જૂનાગઢમાં ૩૪ મી.મી., ભેસાણમાં પપ મી.મી., મેંદરડામાં ૬૭ મી.મી., માંગરોળમાં ૩ મી.મી., માણાવદરમાં ૧૧ મી.મી., માળીયામાં ૯ મી.મી., વંથલીમાં ૧૩ મી.મી. અને વિસાવદરમાં પર મી.મી. વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના ૭ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. જયારે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૯૮.પ૧ ટકા, માંગરોળમાં ૭૮.ર૮, માણાવદરમાં ૯૯.૩૭ ટકા વરસાદ પડી ગયો છે.
જયારે ઉનાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ઉના તાલુકાના કોદીયા, ઘોડવડી સહિતના વિસ્તારોમાં વધુ ૧ ઈંચ વરસાદ થયો છે અને ઉના ગિરગઢડાનાં જંગલ વિસ્તારમાં સારા વરસાદથી મચ્છુન્દ્રી અને રાવલ ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

Leave A Reply