રાજ્યમાં 16 સંપ્ટેમ્બર થી ટ્રાફિક નિયમનના કડક કાયદાની અમલવારી શરૂ :વિજય રૂપાણી

ટ્રાફિક નિયમન ભંગ કરનાર ની ખેર નથી.
આગામી 16 સંપ્ટેમ્બર થી રાજ્યમાં  મોટર વાહન કાયદા 2019 ની અમલવારી શરૂ થવા ની  જાહેરાત મુખ્મંત્રી વિજય ભાઈ રૂપાણી એ કરી છે.
પત્રકાર પરિષદમાં માહિતી આપતાં વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે અમલી બનાવવામાં આવશે.એટલુંજ નહીં રાજ્યમાં આ નિયમો નો સખ્તાઈ થી અમલ કરવામાં આવશે તેની વિગત આપતા વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે વાહન ચાલક લાયસન્સ સહિત ના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મ માં એટલે કે મોબાઈલ ફોન માં સેવ કરેલા હશે તે સંબંધિત અધિકારી માગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે એવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. આ તબક્કે વિજય ભાઈ એ ભારત સરકારે સૂચવેલા દંડ ની રકમ માં ગૂજરાત સરકારે રાહત આપતા દન્ડ ની રકમ નક્કી કરી હોવાનો સ્વીકાર કર્યો હતો.અત્રે નોંધનીય છે કે ભારત સરકારે સુધારેલા મોટર વાહન એક્ટ મા કેટલાક સુધારા કર્યા છે  મોટર વાહન ની 93 કલમોમાં ૪૦૦ જેટલા સુધારા કર્યા છે જે પૈકી 24 કલાક માં વાહન ચાલકો વાહનો ઉત્પાદકો ટ્રાન્સપોર્ટરો સરકારી અધિકારીઓ વિરુદ્ધ માટે પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી મોટર વાહન એક્ટ ની નવી નીતિ જાહેર કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર કડક અમલવારી અપેક્ષા રાખે છે ત્યારે રોજબરોજ બનતા ગુનાઓ માટે માંડવાળ ફી નક્કી કરવા સંવેદનશીલ અભિગમ રાખ્યો હોવાનો એકરાર કર્યા હતો. જો કે  નિર્દોષ નાગરિકોની જિંદગી અને જાહેર રોડ સલામતી માટે જોખમી હોય તેવા ગુનાઓ જેમકે ફુલ સ્પીડ માં વાહન ચલાવવું વાહન ફિટનેસ સર્ટિફિકેટ ના હોવું તેમજ દારૂ અથવા અન્ય નશીલા દ્રવ્યોનું સેવન કરીને વાહન ચલાવવા જેવા ગુનાઓ માટે સરકાર કડક બની છે જેમાં વધુમાં વધુ  આકરા દંડની જોગવાઈ કરી છે. એટલું જ નહીં આ પ્રકારના ગુનાઓ માટે કોઈપણ સમાધાન નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આ દંડની અમલવારી દરમિયાન જાહેર જનતા ની રોડ ઉપર ની સલામતી જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ આ પ્રકારના મૃત્યુ નો ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા કડક અભિગમ દાખવવામાં આવ્યો છે.તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવતા દર માટે ડિજીટલ સિસ્ટમ શરૂ કરવામાં આવશે અને આ માટે પોલીસ તેમજ આરટીઓ વચ્ચે એક મહત્વનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે જેથી ઓટોમેટીક ડેટાબેઝ થી ટ્રાફિક નિયમનો ભંગ અથવા ટ્રાફિકનો કોઈ પણ ગુનો કરનાર વ્યક્તિ કાયદાના ચુંગાલમાંથી છટકી શકશે નહીં તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાનું વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું.અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આરસીબુક લાઇસન્સ અને રજીસ્ટ્રેશન મામલે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય કરશે અને આ  કામગીરી માટે ઓનલાઇન સર્વિસ ઉભી કરવામાં આવશે અને ગ્રાહકોને ઝડપથી તેમજ સરળતાથી વાહન અને લાયસન્સ સંબંધિત પ્રક્રિયા કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ , રાજય કક્ષાના મંત્રી ઈશ્વર ભાઈ પટેલ , મુખ્ય સચિવ જે.એન.સિંહ , મુખ્યમંત્રી ના અગ્ર સચિવ કે. કૈલાસનાથન , વાહન વ્યવહાર વિભાગના સચિવ સુનયના તોમર અને આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply