જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં વનરાજા નીકળ્યાં લટાર મારવા

જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લાં ૧પ દિવસથી મેઘરાજાની સતત સવારી રહી છે અને અનરાધાર વરસાદને પગલે જનજીવન પ્રફુલ્લીત બની ગયું છે. નદી-નાળાં ડેમો છલકાય ગયાં છે ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલાં જટાશંકર મહાદેવ મંદિર નજીકનાં ઝરણામાં, દામોદરકુંડ, નારાયણધરા, ખોડીયાર ઘુનામાં પાણીની ભરપુર આવક થઈ છે. જેમ લોકો મોજ-મસ્તીમાં આવી ગયાં છે તેમ જંગલનાં રાજા વનરાજ પણ મોજમાં આવી ગયાં છે અને ભવનાથ વિસ્તાર અને ગિરી તળેટીમાં વનરાજાનાં ટોળાં જાવા મળી રહ્યાં છે. ભારતી આશ્રમ નજીક પણ ૧૦ જેટલાં વનરાજાએ લટાર મારી હોવાનું જાણવા મળે છે. આ અંગેની જાણ વનવિભાગને થતાં વનવિભાગ પણ સાબદું બની ગયું છે. માખી અને મચ્છરના જંગલ વિસ્તારમાં ત્રાસથી અને શિકારની શોધમાં આખો સિંહ પરીવાર મોટા ટોળા સાથે ભવનાથ ક્ષેત્ર ઉપર કબ્જા જમાવ્યો હતો.

Leave A Reply