હસ્નાપુર ડેમ ઓવરફલો : જૂનાગઢવાસીઓમાં હરખની હેલી

મેઘરાજા છેલ્લા ૮ દિવસથી સતત મહેર કરી રહ્યા હોય સોરઠની ધરા ભરપુર પાણીથી તરબોળ બની રહી છે. મેઘાની મહેર હવે કહેર સ્વરૂપમાં પણ ફેરવાઈ ગઈ છે. જ્યારે મંગળવારે સવારથી મેઘાએ સટાસટી બોલાવવાનું ચાલુ રાખતાં અને બુધવારે પણ સતત પાણી વરસતું રહેતાં અને ગીરનાર જંગલ, ઉપરવાસમાં ભારે વરસાદથી જૂનાગઢને પાણી પુરૂ પાડતો વિશાળકાય હસ્નાપુર ડેમ આજે સવારે ઓવરફલો થઈ જતાં જૂનાગઢ શહેરીજનોમાં હર્ષની હેલી છવાઈ છે. જ્યારે સોરઠ, જૂનાગઢ જીલ્લામાં, વિસાવદરમાં મંગળવારે બપોર બાદ મેઘાએ જારદાર એન્ટ્રી કરી સાંજ સુધીમાં ૮ ઈંચ પાણી અને બુધવારે સવારે પણ વરસાદ વરસતા કુલ ૧૦ ઈંચ પાણી વરસાવી પંથકને તરબોળ કરી દીધો હતો. જૂનાગઢ અને માંગરોળમાં પણ પ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ગીરનાર જંગલમાં ભારે વરસાદથી ર૪ કલાકમાં ૩ વખત કાળવો બે કાંઠે વહેતો જાવા મળ્યો હતો. દામોદર કુંડમાં પણ પુર આવ્યું હતું. જૂનાગઢનું નરસિંહ સરોવર, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ સતત ઓવરફલો થઈ રહ્યા છે. જૂનાગઢ ફર્લ્ડ કન્ટ્રોલમાંથી તા.૧૧ના સવારના ૧૦ સુધીમાં મળેલા આંકડા મુજબ કેશોદ પ૪ મીમી, જૂનાગઢ ૭૯, ભેંસાણ પ૧, મેંદરડા ૪૧, માંગરોળ ૧૧૦, માણાવદર ૭પ, માળીયા ર૬, વંથલી ૭૬ અને વિસાવદરમાં ર૩ર મીમી વરસાદ નોંધાયો છે. આમ જીલ્લાનો સરેરાશ ૧૧પ ટકાથી વધુ વરસાદ થયો છે તેમાં પણ વિસાવદરમાં તો ૧૬૩ ટકા જેટલો વરસાદ પડી ગયો છે.                                              (ફાઈલ તસ્વીર)

Leave A Reply