જૂનાગઢમાં પીયુસી કઢાવવા માટે વાહનોની લાંબી કતારો

સરકાર દ્વારા ટ્રાફિક અંગેનાં નિયમોમાં ધરખમ સુધારા કરી અને આગામી તા.૧૬ થી નવા નિયમોની અમલવારી કરવામાં આવનાર છે ત્યારે નવા જાહેર થયેલાં નિયમોનુસાર કોઈ પણ પ્રકારનું વાહન હોય તો તેનાં માટે પીયુસી ફરજીયાત છે અને જા પીયુસી કઢાવેલ ન હોય તો તેમને ભારે દંડનો સામનો કરવો પડે તેમ છે. જેથી જૂનાગઢ શહેરમાં આવેલાં પીયુસી માટેનાં સેન્ટરો ઉપર ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતનાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે. જા કે પીયુસીની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે તેમ છતાં દરેક સેન્ટરો ઉપર વાહનોની લાંબી લાઈનો પ્રસ્તૃત તસ્વીરમાં દર્શાય છે.

Leave A Reply