જૂનાગઢમાં સ્ટીલનાં સેન્ટીંગનાં સળીયાનાં ૧.૧ર કરોડનું બીલ ન ચુકવતાં રાજકોટનાં પિતા-પુત્ર વિરૂધ્ધ નોંધાઈ ફરીયાદ : ચકચાર

છેતરપિંડી અને વિશ્વાસઘાતનાં મોટા ભાગનાં કિસ્સામાં નિર્દોષ લોકો ભોગ બનતાં હોય છે અને આરોપીઓ ખુલ્લેઆમ માતેલા સાંઢની જેમ ફરતાં હોય છે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં છેતરપિડીં-વિશ્વાસઘાત સહીતનાં બનાવો અને કિસ્સાઓ જાહેર થઈ રહ્યાં છે. માલ-મિલ્કત, વાહનો વગેરે ખરીદ કરવાનાં બહાને થતી છેતરપિંડી, જમીનનાં સાટાખતમાં પણ દસ્તાવેજા કરાવી લઈ અને વિશ્વાસઘાત તેમજ કોઈ કિસ્સામાં પૈસા ધિરાણ કરેલ હોય અને ત્યારબાદ નાણાં પરત ન કરતાં છેતરપિંડીની ફરીયાદ નોંધાતી હોય છે. તો બીજી તરફ સરકારી તંત્ર, બેન્કો વગેરેમાં પણ નાણાંની ઉચાપતનાં કિસ્સાઓ સતત વધી રહ્યાં છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાતનાં મોટા ભાગનાં કિસ્સામાં નિર્દોષ લોકો ભોગ બનતાં હોય છે અને આરોપીઓ ખુલ્લેઆમ માતેલા સાંઢની જેમ ફરી રહ્યાં હોય છે દરમ્યાન જૂનાગઢ શહેરમાં ૧.૧ર કરોડની છેતરપિંડીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે આ બનાવમાં પિતા-પુત્ર સામે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા રોડ, ઓમનગર, એપલ એપાર્ટમેન્ટ બ્લોક નં.પ૦૩ ખાતે રહેતાં મનસુખભાઈ જીવરાજભાઈ ફુલેત્રાએ પોલીસમાં આ કામનાં આરોપી રજનીકાંતભાઈ ઉર્ફે રાજુભાઈ શાંતીલાલ શાહ તેમજ તેમનાં પુત્ર રૂષભભાઈ રજનીકાંતભાઈ શાહ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોધાવી છે કે આ કામનાં ફરીયાદી સ્ટીલનાં સેન્ટીંગનાં સળીયાનો વેપાર કરતાં હોય અને આરોપીઓએ ફરીયાદી સાથે સેન્ટીંગનાં સ્ટીલનાં સળીયાના વેપાર બાબતે સંપર્ક કરી વેચાણ લઈ પ્રથમ બીલો ચુકવી આપી વિશ્વાસ કેળવી અને તે પછી ફરીયાદી પાસેથી આરોપીઓએ આ ખરીદ કરેલ સ્ટીલના સેન્ટીંગનાં સળીયાનાં બીલો બાકી રાખી અવારનવાર ઉઘરાણી કરવા છતાં ફરીયાદીનાં નીકળતાં કુલ રૂ.૧,૧ર,૩૭,ર૩૬ ની મોટી રકમ ભરપાઈ નહીં કરી ફરીયાદી સાથે આરોપીઓએ છેતરપિંડી વિશ્વાસઘાત કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply