ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસ દ્વારા એસએસઆઈપી અંતર્ગત ૧૩ પ્રોજેકટને રૂ. ૧,૮૨,૦૦૦ની ગ્રાન્ટ ફાળવાઈ

ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસને ગુજરાત સરકારની, ગુજરાત નોલેજ સોસાઇટી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (જીજીંઁ) અંતર્ગત નોડલ ઇન્સ્ટીટ્યુટ તરીકે માન્યતા મળેલ છે. નોડલ ઇન્સ્ટીટ્યુટનો મુખ્ય હેતુ નવીનતમ વિચાર, કન્સેપ્ટ કે આઇડિયા દ્વારા સંશોધન કાર્યને નાણાંકીય સહાય, પ્રાયોગિક કાર્ય કે પૃથ્થકરણ માટે લેબોરેટરી સુવિધાઓ, ઓધ્યોગિક તાલીમ, પેટન્ટ બનાવવા માટે માર્ગદર્શન વગેરે પૂરૂં પાડીને વેગવાન બનાવવાનો છે.
તા. ૧૫ સપ્ટેમ્બર ના રોજ એન્જિનિયરીંગ ડે અને પૂ. બાપુજીની જન્મ જયંતિ નિમિતે કેમ્પસ ખાતે એસએસઆઈપી અંતર્ગત ઇનોવેશન સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવેલ હતું. ઉદઘાટન સમારોહ માં સંસ્થાના પ્રમુખ જવાહરભાઇ ચાવડા, જુનાગઢ મહાનગર પાલીકાના કમિશ્નર તુષાર સુમેરા અને જુનાગઢ, જિલ્લા ડી.ડી.ઓ પ્રવીણ ચોધરી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (કેબિનેટ મંત્રી – શિક્ષણ, કાયદો અને ન્યાય) ગુજરાત રાજ્ય સંસ્થાના ઇનોવેશન કેન્દ્રની મુલાકાત લઈ અને પ્રોજેક્ટ વિષે ઊંડી સમજણ મેળવી હતી, રેસર્ચરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે વિવિધ તબક્કાઓના સ્ક્રિનિંગમાંથી પસાર થયા બાદ ૧૩ પ્રોજેકટને રૂ. ૧,૮૨,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તદઉપરાંત અગાઉ મંજૂર થયેલ અને ગ્રાન્ટ મેળવેલ ચાર પ્રોજેક્ટના વિદ્યાર્થીનું સન્માન રાખવામાં આવેલ તથા તેઓના પ્રોજેકટનું ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામા આવેલું હતું. આ તમામ પ્રોજેકટ સમાજની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરી શકે અને રોજિંદા જીવન માં સુગમતા વધે તે હેતુથી પસંદ કરેલ છે. હવે પછી આ બધા પ્રોજેકટ પ્રિ–ઇન્કયુબેશન અને ઇન્કયુબેશન જેવા તબક્કાઓ માથી પસાર થઈ ને સ્ટાર્ટ અપ બની શકશે. તે માટે જરૂરી તમામ સહયોગ સંસ્થા તરફથી પૂરો પાડવામાં આવશે. એસએસઆઈપી અંતર્ગત ઇનોવેશન સેન્ટર નું ઉદઘાટન પ્રસંગે સંસ્થાના પ્રમુખ જવાહરભાઇ ચાવડાએ કેમ્પસ ડાયરેક્ટર બી. જે. વાટલીયા અને ટેકનિકલ કેમ્પસના ડાયરેક્ટર ડો. દીપક પટેલ તથા સમગ્ર સ્ટાફગણ ને સુભેચ્છાઓ પાઠવેલ છે.

Leave A Reply