મજેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી આધુનિક એમ્બુલન્સ વાનની સુવિધા

જૂનાગઢ તાલુકાનાં મજેવડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ અન્ન અને નાગરિક પૂરવઠા તથા ગ્રાહકોની બાબતોનાં કેબીનેટ મંત્રી તથા જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
જૂનાગઢ જિલ્લા આયોજનની ૧૫ ટકા વિવેકાધિન યોજના પ્રભારી મંત્રીની ગ્રાન્ટમાંથી આધુનિક એમ્બ્યુલન્સ વાનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડો.વાછાણીને એમ્બયુલન્સની ચાવી અર્પણ કરી મંત્રી રાદડીયાએ જણાવ્યું હતું કે, મજેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાબામાં ૧૩ ગામોનો સમાવેશ થાય છે. આરોગ્ય કેન્દ્રનાં વિસ્તાર વ્યાપ અને આરોગ્ય સેવાની આવશ્યકતાઓની રજુઆત અન્વયે આયોજનની વિવેકાધિન ગ્રાન્ટથી આજે મજેવડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને આધુનિક સવલતોથી સજ્જ એમ્બુલન્સ વાનની ફાળવણી થતાં લોકોની સુખસવલતમાં આરોગ્ય વિષયક જરૂરયાતો સરળતાથી પુર્ણ થઇ શકશે.આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોનાં આરોગ્યની ખેવનામાં અગ્રેસર બનીને સુવિધાઓ આધુનીક બને તે દિશામાં કાર્ય કરે છે.
મંત્રી અને મહાનુભાવોનાં હસ્તે દયાબેન, નિશાબેન, લક્ષ્મીબેન, રીધીબેન અને મનીષાબેનને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave A Reply