Tuesday, February 18

જૂનાગઢનાં શહિદ સ્મારક ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી

જૂનાગઢ સહીત રાજયભરમાં આજે નમામિ દેવી નર્મદેનાં નારા વચ્ચે નર્મદાદેવીનાં નીરનાં વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવી રહયો છે. નમામિદેવી નર્મદા મહોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતી વચ્ચે ગુજરાત રાજયનાં દરેક શહેરો અને ગામોમાં પણ નર્મદાનાં નીરનાં વધામણા અંતર્ગત મહોત્સવની ઉજવણી થઈ હતી ત્યારે જૂનાગઢ ખાતે પણ આ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નર્મદાનો બંધ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ પહોંચતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસે નમામિ દેવી નર્મદેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ શહેરનાં શહિદપાર્ક ખાતે પણ નમામીદેવી નનર્મદેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે જૂનાગઢનાં પ્રભારી જયેશભાઈ રાદડીયા, ગોરધનભાઈ ઝડફીયા, જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, કલેકટર ડો. સૌરભ પારઘી, એસપી સૌરભસિંઘ, મહંતશ્રી શેરનાથ બાપુ તેમજ મનપાનાં અધિકારી-પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં. આ તકે નર્મદાનાં નીરનાં વધામણાં, મહાઆરતી, વૃક્ષારોપણ, સ્વચ્છતા તેમજ કુપોષણ મુકતીનાં શપથ લેવાયા હતાં. આ તકે રાસ ગરબાની પણ રમઝટ બોલી હતી. અંતે મેઘ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave A Reply