જૂનાગઢમાં સંયુક્ત ચેકીંગ ઝુંબેશ અંતર્ગત કુલ રૂ. ૧.૬પ લાખનો દંડ વસુલાયો

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી રાત્રી સુધી આરટીઓ અને ટ્રાફિક પોલીસે સંયુકત વાહન ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રપ૮ એનસી કેસ અને આરટીઓએ નવા કેસ કરીને દંડની વસુલાત કરાઈ હતી. આ ઉપરાંત પોલીસે ગઈકાલે માનવીય વ્યવહાર અપનાવી અને વાહન ચાલકોને ટ્રાફિકના કાયદાનું પાલન કરવા સમજાવ્યું હતું. જૂનાગઢ શહેરમાં પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓના આ સંવેદનશીલ અભિગમથી લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી અને પોલીસનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
ટ્રાફિકના નવા કાયદાનો અમલ કરવા માટે ગઈકાલે જૂનાગઢમાં કરાયેલ ચેકીંગ કાર્યવાહીમાં ટ્રાફિક શાખાના પીઆઈ ઝાલા સહિતના સ્ટાફે અલગ અલગ સ્થળે ચેકીંગ દરમ્યાન કુલ રપ૮ એનસીકેસ કરીને કુલ રૂ. ૮૩,૭૦૦નો દંડ કર્યો હતો અને ૧૧ વાહનો ડીટેઈન કર્યાં હતાં. આરટીઓ શાખાના અધિકારી રઘુદત્ત પટેલ સહિતના સ્ટાફે ૮ કેસ કરીને કુલ ૮૧,૯૦૦ના દંડની વસુલાત કરી હતી. ગઈકાલે સાંજે ગાંધીચોક ખાતે આરટીઓ અને ટ્રાફિક પોલીસે સંયુકત ચેકીંગ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ઝાંસીના પુતળા પાસે, તળાવ દરવાજા ,આઝાદચોક અને કાળવાચોક ખાતે વાહન ચેકીંગ કરાયું હતું. ચેકીંગ દરમ્યાન વાહન વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, પીયુસી, સીટ બેલ્ટ બાંધવા બાબતે સમજણ આપી હતી અને અમુક લોકો પાસેથી દંડની વસુલાત કરાઈ હતી.

Leave A Reply