જૂનાગઢ જીલ્લાનો સરેરાશ ૧ર૩.૪પ ટકા વરસાદ જૂનાગઢ શહેરમાં ૪૩ ઈંચથી વધુ પાણી વરસ્યું

સોરઠ ઉપર મેઘરાજાએ મહેર વરસાવી પાક પાણીનું ચિત્ર સાવ ઉજળુ બનાવી દીધું છે. સતત મેઘકૃપાથી જૂનાગઢ જીલ્લાનો સરેરાશ ૧ર૩.૪પ ટકા વરસાદ વરસી ગયો છે જેમાં જૂનાગઢમાં ૪૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ફલડ કન્ટ્રોલમાંથી ચોમાસાની સીઝનનાં મળેલા આંકડા મુજબ કેશોદમાં ૧૧૩.૪પ, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય ૧૧૪.પ૬, ભેસાણ ૧૪૪.૧૯, મેંદરડા ૧ર૪.૭૮, માંગરોળ ૯ર.૪પ, માણાવદર ૧૧૪.૩૦, માળીયા ૧૦૬.૮ર, વંથલી ૧૩૮.૯૯ અને વિસાવદરમાં ૧૭૦.૪૧ ટકા વરસાદ નોંધાયો છે. આમ સીઝનનો કુલ સરેરાશ ૧૦૯૦.૮૦ મી.મી. વરસાદ થયો છે જે ૧૯૮૯થી ર૦૧૮ સુધીનાં સરેરાશ ૮૮ર.પ૦ મીમીથી વધુ છે. જીલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં જયારે સૌથી ઓછો વરસાદ માંગરોળમાં પડયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી થઈ રહી હોય જીલ્લાનાં વરસાદની ટકાવારી વધી શકવાની શકયતા છે.

Leave A Reply