જૂનાગઢમાં રઘુવંશી સમાજની નવરાત્રિ મહોત્સવ માટેની અનોખી એકતા

જૂનાગઢ લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂનાં સીધા માર્ગદર્શન હેઠળ અને મહાજન વ્યવસ્થાપક સમિતિના દરેક મહિલા સભ્યો અને જ્ઞાતિનાં કાર્યરત તમામ મહિલા મંડળોના બહેનોને સાથે રાખીને, આ વર્ષે પરંપરા મુજબ જ કોઈ જ પ્રકારની સ્પર્ધા, વેશભૂષા કે ઈનામની ઔપચારિકતા વિના, ફક્ત ‘માં અંબાની આરાધના’ કરતાં ગરબાની રમઝટ બોલાવી, નવરાત્રિની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ રઘુવંશી પરિવારના બહેનોને જણાવાયું છે.
રઘુવંશી સમાજના આગેવાનોએ આ નિર્ણયને ખૂબ આવકારેલ છે. આ કાર્યક્રમ લોહાણા મહાજન વાડી, જૂનાગઢ ખાતે નવરાત્રી દરમ્યાન સાંજે પ થી ૭ કલાકે યોજવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Leave A Reply