ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા બાળાઓનાં પ્રાચીન રાસગરબાની થઈ રહેલી પ્રેક્ટિસ

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં શક્તિનાં પર્વ એવાં નવરાત્રી મહોત્સવને ભક્તિભાવભેર ઉજવવાની તૈયારી શરૂ થઈ ચુકી છે ત્યારે જૂનાગઢમાં પ્રાચીન રાસ-ગરબાનાં કાર્યક્રમો યોજી બાળાઓનાં સુંદર મજાનાં રાસ-ગરબાનું આયોજન ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે અને પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ માતાજીનાં આરાધનાનાં આ પર્વની ભક્તિભાવભેર ઉજવણી થશે અને ૩૦૦ થી ૩પ૦ નાની બાળાઓનાં રાસ યોજવામાં આવશે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં સ્થાપક પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભીખુદાનભાઈ ગઢવીએ વર્ષો પહેલાં આ ગરબી મંડળની શરૂઆત કરી હતી અને છેલ્લાં ૧૮ વર્ષથી અગ્રણી વીરાભાઈ મોરી તથા કાર્યકતાઓ દ્વારા દાતાઓનાં સહકારથી ગરબી મંડળની સેવા કરી રહ્યાં છે. આ ગરબી મંડળમાં ગાંધીગ્રામ વિસ્તારની બાળાઓ પાસેથી માત્ર એક રૂપિયો શુકન પેટે લેવામાં આવે છે અને ગાંધીગ્રામ વિસ્તારની બહારની બાળાઓ પાસેથી રૂ.૧૦૦ લેવામાં આવે છે અને તે વિસ્તારમાં કયારેય ફાળો લેવા જતાં નથી. આજનાં ડિસ્કો યુગમાં પણ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ-ગરબાનું આયોજન કરી અને આકર્ષણનું કેન્દ્ર બને છે. સંસ્કૃતિ અને ધર્મની કાયમ જાળવણી કરવામાં આવે છે. ૩૦૦ થી ૩પ૦ જેટલી બાળાઓ માતાજીનાં ગરબા રમવા માટે આવે છે અને કોઈ પણ પ્રકારનાં નાત-જાતનાં ભેદભાવ વિના માત્ર સેવાની ભાવનાથી આ નવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે. ભુવા રાસ તથા અવનવા રાસ-ગરબા ગાંધીગ્રામ ગરબી મંડળની ખાસ વિશેષતા
છે. આગામી નવરાત્રી મહોત્સવનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરાભાઈ મોરી, ડાયાભાઈ મોરી, ભાવેશભાઈ મોરી, ચંદુભાઈ હિંડોચા, પ્રફુલભાઈ શાહ, યુસુફભાઈ મકવાણા, લાલાભાઈ ભટ્ટી, વિનેશભાઈ વાજા, શાહરૂખભાઈ મકવાણા, મેણસીભાઈ વાજા, મજીતભાઈ ચૌહાણ, નાથાભાઈ આહિર, રસીકભાઈ બગથરીયા, જીગ્નેશભાઈ જોષી, મનસુખભાઈ હડીયલ, નવનીતભાઈ માંડલીયા, સુરેશભાઈ ચાવડા, કેતનભાઈ બામરોટીયા, નયનભાઈ, અજયભાઈ આહિર, જીગ્નેશભાઈ દવે, મેહુલભાઈ કોઠારી, ક્રિશ ચૌહાણ, મીત કોડીયાતર તેમજ કાર્યકતા બહેનોમાં કુસુમબેન મહેતા, શીતલબેન મોરી, શીતલબેન ભોજવીયા, ખુશ્બુબેન સંચાણીયા, મંજુબેન નંદાણીયા, કોમલબેન બામરોટીયા તેમજ કલાકાર અને સાજીંદા ગૃપમાં મુકેશભાઈ બારોટ અને ઓરકેસ્ટ્રા ભીખુભાઈ ગૃપ દ્વારા સામેલ કરવામાં આવેલ છે. આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહેલ છે તેમ એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Leave A Reply