Monday, December 9

જૂનાગઢ શહેરમાં કોર્પોરેશન દ્વારા રસ્તા તેમજ સફાઈની કામગીરી હાથ ધરાઈ

જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા, રસ્તા અંગેની કામગીરી તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓનાં પ્રશ્નો હલ થાય તે માટે કમિશ્નર તુષાર સુમેરા દ્વારા વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ અને પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નો હલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં અને વોર્ડોમાં રસ્તાની હાલત ખરાબ બની ગઈ છે ખાસ કરીને ચોમાસાનાં દિવસો દરમ્યાન ઠેર-ઠેર રસ્તાઓમાં ખાડા અથવા તો રસ્તા તુટી ગયેલાં છે જેને લઈને આ રસ્તા ઉપરથી પસાર થતાં લોકોને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તાજેતરમાં જ કોર્ટનાં હુકમનાં પગલે ર૦૦ જેટલાં સફાઈ કર્મચારીઓને છુટ્ટાં કરી દેવામાં આવેલ હોય જેને લઈને પણ કર્મચારીઓમાં ઘટ ઉભી થઈ છે. ચોમાસાનાં દિવસોમાં સફાઈની કામગીરીને હાથ ધરવી અતિ અગત્યનું પાસું હોય અને રોગચાળો પ્રસરે નહીં તે માટેનાં પ્રતિકાત્મક સ્વરૂપે આજે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશ્નર તુષાર સુમેરા આજે સવારનાં જ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ શહેરમાં રોગચાળો ન પ્રસરે તે માટે જરૂરી પગલાં ભરવા કર્મચારીઓને નિર્દેશ આપ્યો હતો. દવાનો છંટકાવ તેમજ સ્વચ્છતાં અંગેની કામગીરી પણ પુરજાશથી હાથ ધરવા તેમજ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જ્યાં પણ રસ્તાઓ થોડા ઘણાં તુટેલાં હોય તેની રિપેરીંગની કામગીરી જે-તે કંપની પાસેથી કે રસ્તા બનાવનાર પાસેથી કામ શરૂ કરવા અને ખાસ કરીને જે-તે વોર્ડનાં પ્રભારી જાતે આ રિપેરીંગની કામગીરી ઉપર દેખરેખ રાખવા સુચના આપવામાં આવી છે. તેમજ કવોલીટી મુજબ કામગીરી થાય તે માટે તાકીદ કરી છે. આ ઉપરાંત નવા રસ્તા બનાવવા અંગેની ટેન્ડર પ્રક્રિયા તો પૂર્ણ કરી દેવામાં આવી છે. અને વરસાદ થંભી જાય એટલે કામગીરી શરૂ કરવામાં આવશે તેવા નિર્દેશો મળે છે.

Leave A Reply