ઓપન જૂનાગઢ સીંગીગ કોમ્પીટીશન યોજાઈ

જેસીઆઈ દ્વારા ઓપન જૂનાગઢ સીંગીગ કોમ્પીટીશનનું આયોજન અક્ષરવાડી ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ૬૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૩ કેટેગરીમાં સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં ટોપ ૩ને શીલ્ડ, રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર જેસી. મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા, પ્રેસીડેન્ટ ડો.વિમલ ગજેરા, સેક્રેટરી પરેશ મારૂ, ઝેડ.ઓ. વિરલ કડેચા, પ્રો.ચે. ચેતન સાવલીયા, જયેશ ધોળકીયાના હસ્તે પુરસ્કૃત કરવામાં આવેલા હતા. આ સ્પર્ધામાં જજ તરીકે રાજુભાઈ ઉપાધ્યાય, શોભનાબેન અને એમ.એમ. બેલીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કુલદીપ સોની, આશિષ સીમેજીયા, વિજયભાઈ ચાવડા, ડો.જય દેકીવાડીયા, યતિનભાઈ કારીયા, પાર્થ પરમાર, અવિનાશ ચાવડા, આશિષ સોજીત્રા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Leave A Reply