જૂનાગઢ ‘સી’ ડિવીઝન પોલીસ સ્ટેશનો ચાર્જ સંભાળતાં જે.બી. કરમુર

જૂનાગઢ ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે જે.બી. કરમુરની એસપી સૌરભસિંઘ દ્વારા નિમણુંક કરવામાં આવતાં જે.બી. કરમુરે ચાર્જ સંભાળી કામગીરીના શ્રીગણેશ કર્યા હતા.
જે.બી. કરમુર એક વર્ષ અગાઉ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવી લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવ્યો હતો અને સમગ્ર વિસાવદર તાલુકામાં દારૂ, જુગાર, અસામાજીક પ્રવૃત્તિ સદંતર ડામી દીધી હતી. તેવા જાબાઝ પોલીસ અધિકારી જે.બી. કરમુરના નામ માત્રથી અસામાજીક તત્વો, લુખ્ખાઓ ફફડી ઉઠે છે. તેઓની વિસાવદરથી જૂનાગઢ એસઓજી શાખામાં બદલી થઈ હતી. ત્યારબાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા હતા અને હાલમાં જૂનાગઢના ‘સી’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ તરીકે જે.બી. કરમુરને એસપી સૌરભસિંઘ દ્વારા મુકવામાં આવતાં તેઓએ વિધીવત ચાર્જ સંભાળી ‘સી’ ડિવીઝન વિસ્તારના ગાંધીગ્રામ, મોતીબાગ, ભુતનાથ રોડ, ટીંબાવાડી, મધુરમ સોસાયટી વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરી, વાહન ચેકીંગ તેમજ શંકાસ્પદ શખ્સોની ચકાસણી શરૂ કરી હતી. જે.બી. કરમુરે જણાવ્યું હતું કે, પ્રજાને કોઈપણ અસામાજીક તત્વોની રંજાડ હોય, પરેશાન કરતાં હોય તો સીધા જ ‘સી’ ડિવીઝન પો.સ્ટે.માં રૂબરૂ અથવા ફોન નં.૦ર૮પ-ર૬૭૩પ૪૪ ઉપર સંપર્ક સાધવાથી તત્વરીત કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે.

Leave A Reply