શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કરને સન્માનિત કરવામાં આવ્યા

કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢના પત્રાપસર ગામે આંગણવાડી કાર્યકર યોગીતાબેન ભલાણી, આંગણવાડી હેલ્પર શોભનાબેન વાજા, વંથલી તાલુકાના નવલખીના આંગણવાડી વર્કર મેનાબેન ચોટલીયા, નવલખીના આંગણવાડી હેલ્પર ચંદ્રિકાબેન વૈષ્ણવને ઉત્તમ કામગીરી બદલ કલેકટર ડો.પારઘીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચારેય બહેનો એ લાભાર્થીઓ જેમાં ૦ થી ૫ વર્ષ સુધીના બાળકો, સગર્ભા ધાત્રી અને કિશોરીઓનું વોટસએપ ગ્રુપ બનાવવમાં આવ્યુ છે. જેમાં બાળકની દરેક પ્રવૃતિને વીડિયો અને ફોટો તેના વાલીને મોકલે છે. આ ઉપરાંત સર્ગભા મહિલાઓને અન્ન વિતરણ હોય ત્યારે મેસેજ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડી બહેનો દ્વારા બાળકોને, કિશોરીઓ, અને સર્ગભા ધાત્રીઓ માટે ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.આ બાબતે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, વોટસએપના માધ્યમથી વાલીઓ તેના બાળકની દરેક પ્રવૃતી ઉપર ધ્યાન રાખી શકે છે. તેમણે ઉમેર્યે હતું કે, આ તમામ બાળકો ખાનગી શાળાએ ન જતા નિયમિત આંગણવાડીમાં આવે છે.

Leave A Reply