જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઇ

જૂનાગઢ જીલ્લામાં કાયદા અને સમીક્ષાની માસિક બેઠક કલેકટર ડો.સૈરભ પારઘીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં શંકાસ્પદ વ્યક્તિ સામે સીઆરપીસીની કલમ૧૦૯ મુજબ લેવામાં આવેલ અટકાયતી પગલા, રીઢા ગુનેગારો માટે લેવાયેલ પગલા, હદપારીના કેસો, સ્વરક્ષણ માટે હથિયાર પરવાના મળવા અંગેની અરજી, પાસાની કામગીરી, પાક રક્ષણ હથિયાર પરવાનાની વિગતોની સમીક્ષા, ફટાકડા લાયસન્સ મળવાની અરજી બાબત, લોજીંગ અને ર્બોડિંગના લાઈસન્સ બાબત, મોટર વ્હીકલના કેસ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, આરટીઓ વિભાગના પટેલ, ડો.ચેતન મહેતા, જંવલંત રાવલ, તુષારજોશી, એ.વી. આકોલકર, વી.ડી. સાકરીયા, એ. એમ. પાઘડાર, રાજુભાઇ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply