Monday, December 16

ભવનાથ ખાતે સાયકલીંગ સ્પર્ધા યોજાઈ ૧૮ ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

ગુજરાત અને જૂનાગઢ સાયકલીંગ એસોસીએશન દ્વારા પાંચમી ગુજરાત રાજય એમટીબી સાયકલીંગ સ્પર્ધાનું ભવનાથના લાલઢોરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ જિલ્લામાંથી ૮૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં જુનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરા, સી.એલ.કોલેજના આચાર્ય ડો. મનગત્રાડા, ડો. સંજીવ જાવીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના તમામ વિજેતા ખેલાડીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. વિજેતાઓ પૈકી ૧૮ ખેલાડીઓને નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદ કરાયા છે જે આગામી ડિસેમ્બર માસમાં પુના ખાતે યોજાનાર રાષ્ટ્રીય એમબીટી સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાને સફળ બનાવવા કલ્પેશ સાંખલા, ભાવિનભાઈ રોકડ, પ્રવિણભાઈ કુકડીયા, પી.સી. ભટ્ટ, ડો. ભરત પટેલ, અનેશ પટેલ, અજયભાઈ, ઈરશન વાડીવાલા, પ્રતાપસિંહ ઝાલા, પારસ પાનસુરીયા, સાગર કટારીયા, ભાવિક પાનસુરીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Leave A Reply