જૂનાગઢ જીલ્લા પંચાયતનાં આસિસ્ટન્ટ ફોટોગ્રાફરને એવોર્ડ એનાયત કરાયો

જૂનાગઢ જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવતા શૈલેષ નાંઢાને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને અગ્ર સચિવ જયંતી રવિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિષયક બાબતો અંગે લોકોમાં લોકજાગૃતિ લાવવા બાબતે તેમણે એવોર્ડ એનાયત થયેલ છે. સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારોમાં પપેટ શો, લોક ડાયરા, શેરી નાટક વગેરે જેવા પરંપરાગત માધ્યમોની મદદથી લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ અને સંદેશો આપવાની કામગીરી શૈલેષભાઈ નાંઢા દ્વારા ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવી હતી. તેમની આ સિદ્ધિ બદલ જૂનાગઢ જિલ્લાના ડી.ડી.ઓ પ્રવીણ ચૌધરી તથા અન્ય પંચાયતના હોદ્દેદારો અને અધિકારીઓલ, કર્મચારીઓ એ શૈલેષભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

Leave A Reply