સક્કરબાગ ઝૂ માંથી ૭ સિંહ યુપીના ઈટાવા મોકલાયા ગેંડા સહિતના પ્રાણીઓ જૂનાગઢ લવાશે

એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સક્કરબાગ ઝૂ માંથી દેશના અન્ય ઝૂ ને સિંહ આપવામાં આવી રહેલ છે. સક્કરબાગ ઝૂ માંથી બે નર અને પાંચ માદા સિંહને બે ટ્રકમાં ખોરાક, પાણી સાથે ઉત્તરપ્રદેશના ગોરખપુર ઝૂ ખાતે મોકલવામાં આવેલ છે. જયારે કાનપૂર ઝૂમાંથી જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં નર ગેંડો આવશે. સિંહની દેખરેખ માટે બે ટ્રકમાં ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ૧૩૭૧ કિ.મી.નું અંતર કાપી ૭ સિંહ ઈટાવાના લાયન બ્રિડીંગ સેન્ટર અને મલ્ટીપલ સફારી પાર્કમાં પહોંચશે. જૂનાગઢના સક્કરબાગમાંથી મોકલાયેલા સિંહ પહેલાં ઈટાવા લાયન બ્રિડીંગ સેન્ટર ખાતે લઈ જઈ ત્યારબાદ જરૂરીયાત મુજબ સિંહને ત્યાં રાખી અન્ય સિંહને ગોરખપુર ઝૂ માં મોકલી દેવાશે. આ તકે સક્કરબાગ ઝૂ ડાયરેકટર અભિષેકકુમાર અને ડો. કડીવાલ ઉપસ્થીત રહ્યા હતા.
જૂનાગઢના સક્કરબાગ ઝૂ માંથી કુલ ૮ સિંહ લઈ જવાના હતા પરંતુ મહેશ્વરી સિંહણનું બે વર્ષનું બચ્ચું બિમાર હોવાથી તેને મોકલવામાં આવ્યું નથી તેથી ૩ બચ્ચાં અને ૪ મોટા સિંહને ઈટાવા ઝૂ માં મોકલાયા છે.
ભારતના વિવિધ ૧૩ ઝૂ માંથી જૂનાગઢ સક્કરબાગમાં જિરાફ, ઝીબ્રા, હિમાલયન કાળા રીંછ, અજગર, મોટી ખિસકોલી, હીપોપોટેમસ સહિત કુલ ૧૪૧ પ્રાણી, પક્ષીઓ આવશે. સક્કરબાગ ઝૂએ આપેલા ૭ સિંહોની સામે કાનપુર ઝૂ માંથી ગેંડો આવશે જેને લેવા જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ કાનપુર પહોંચી ગયેલ છે.
ઉત્તરપ્રદેશનું ઈટાવા ઝૂ ભારતનું પ્રથમ બ્રિડીંગ સેન્ટર છે જયાં ૮ સિંહ અને ૩ બાળ સિંહ છે. વધારાના ૭ સિંહ આપવા માટે ઈટાવા ઝૂ ના ડાયરેકટર વી.કે. સિંઘે જૂનાગઢ સક્કરબાગનો આભાર માની ગુજરાતના ઉપહારને દિલથી સંભાળ રાખશું તેમ જણાવ્યું હતું.
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી બે ટ્રકમાં લઈ જવાયેલ ૭ સિંહો માટે ખોરાક, પાણી સહિતની સુવિધા કરાઈ છે તેમજ સિંહોને આરામ માટે ઉદયપુર અને જયપુર ઝૂ માં રાખવામાં આવશે. ત્યાર બાદ ત્યાંથી ઈટાવા ઝૂ ખાતે લઈ જવાશે. બે ટ્રમાં સીસીટીવી કેમેરા લગાવાયા હોવાથી અધિકારીઓ તેમના મોબાઈલમાં સિંહોની મુવમેન્ટ જાઈ શકશે અને રસ્તામાં કોઈ મુશ્કેલી થાય તો સીસીટીવી કેમેરાથી તુરત જાણ થતાં સિંહોની દેખરેખ રાખી શકાશે. દરમ્યાન દોઢ માસ પહેલાં જયપુરના બાયોલોજીકલ પાર્કમાં મોકલેલ સુજેન નામની સિંહણને પેરેલીસીસ થતાં મૃત્યુ થયું હોવાનું ત્યાંના ડી.એફ.ઓ.એ જણાવ્યું હતું.

Leave A Reply