Sunday, February 23

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૩ની પેટાચુંટણી : રર ઓકટોબરનાં મતદાન

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી તા.૨૨/૧૦/૧૯ના રોજ યોજાનાર છે.જે અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૩ સામાન્ય બેઠકની ખાલી બેઠકની ચૂંટણી તા. ૨૨/૧૦/૧૯ના યોજાશે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પેટાચૂંટણીનો તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી જાહેર કરવાની તા.૨૩/૯/૧૯, ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે તા.૩૦/૯/૧૯, ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી નોટીસ પ્રસિધ્ધ કરવાની તા.૩૦/૪/૧૯, ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તા.૫/૧૦/૧૯, ઉમેદવારીપત્રોની ચકાસણીની તા. ૭/૧૦/૧૯, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તા.૯/૧૦/૧૯, મતદાનની તારીખ તથા સમય તા.૨૨/૧૦/૧૯ના રોજ સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાશે., જો ફરી મતદાન યોજવાનું થાય તો તા.૨૩/૧૦/૧૯ ના રોજ યોજાશે. જ્યારે મતગણતરી તા.૨૪/૧૦/૧૯ના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.૨૩/૯/૧૯ના રોજ ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવેલ છે.

Leave A Reply