Sunday, February 23

રવિવારથી શારદીય નવરાત્રિ અનુષ્ઠાનનો પ્રારંભ

ભારતીય સંસ્કૃતિમાં શિવ અને શક્તિનું મહત્વ અનેરૂ છે. શક્તિની આરાધના-ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય (આસો મહિનાની) નવરાત્રી. આ દિવસમાં માંની આરાધના કરવાનું શ્રેષ્ઠ અને ઉત્તમોત્તમ ફળ મળે છે. હિમાલયથી પણ જે પુરાણો છે એવા ગિરનાર પર્વત ઉપર એકાવન શક્તિપીઠો પૈકીની એક એવી માં અંબાજીની પીઠ આવેલી છે. જેને ઉદયન પીઠ તરીકે ઓળખવામાં આવે છે તેમજ મહાકાલી માતાજી, ગુરૂદત ભગવાન – ગુરૂ ગોરક્ષનાથ – ગૌમુખી ગંગામાં આવેલા માં અન્નપૂર્ણા, કમંડલ કુંડ, બાવનવીર, ચોસઠ જાગણીઓ અને જૈન દેરાસર, ભરતવન, હનુમાનધારા, સાચા કાકાની જગ્યા, જૈન દેરાસર, શેષાવન, પથ્થર ચટ્ટી, સેવાદાસની જગ્યા, માળી પરબ, આનંદ ગુફા, મહાકાલ ગુફા તેમજ ૩૩ કોટી દેવ – દેવતાઓનો જ્યાં નિવાસ છે અને એક તરફ દાતારબાપુ અને એક બાજુ જાગણીયા પર્વત ઉપર જોગેણેશ્વર મહાદેવ – જટાશંકર મહાદેવ બિરાજમાન છે. આ દરેક જગ્યાઓ ઉપર રવિવારથી પ્રારંભ થઈ રહેલી નવરાત્રી માટેની તૈયારીઓ પુરી થઈ ગઈ હોવાનું જણાવી ગુજરાત પ્રવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર અને જૂનાગઢ મહાનગર ભાજપાના ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહ પઢિયારે વધુમાં જણાવેલ હતું. અનુષ્ઠાન કરવાની અનેક પધ્ધતિઓ વૈદિક પરંપરામાં બતાવવામાં આવી છે તેમાં પણ પહાડ ઉપર અને દેવી દેવતાની સન્મુખ કરવામાં આવતા જપ-તપનું અનેરૂ મહત્વ છે અને તે અનેક ગણુ ફળ આપનાર છે.
ગૌમુખી-ગંગામાં ભારત સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત પ.પૂ.મુકતાનંદબાપુ આ વર્ષથી અનુષ્ઠાનનો પ્રારંભ કરી માં અન્નપૂર્ણાની આરાધના કરશે. તો માં જગદંબા અંબાજી મંદીર ખાતે મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ અને નાના પીરબાવા ગણપતગીરી બાપુની પ્રેરણાથી કુંદનગીરી, દુષ્યંતગીરી, તુષારગીરી, યોગેશગીરી, શૈલેષગીરીબાપુ અને સેવકો સાચાકાકાની જગ્યા મહંત ગોકર્ણાનંદજી અને સિંહપ્રેમી રમેશભાઈ રાવલ, આનંદ ગુફા ખાતે સરસ્વતીમાતાજી અને જયશ્રીબેન ભાટુ, મહાકાલી ગુફા ખાતે ભરતદાસબાપુ સીતાવન ખાતે ભગવતીદાસ બાપુ, સેવાદાસની જગ્યામાં બ્રહ્મદાસ બાપુ, હનુમાનધારાની જગ્યામાં વિશાલદાસબાપુ, ભરતવન ખાતે વિઠ્ઠલદાસબાપુ, ગોરખનાથ શિખર ઉપર અવધુતનાથજી ગુરૂ સોમનાથજી તેમજ કૌશિકભાઈ, કમંડલકુંડ મહંત મુકતાનંદ સ્વામી અને કૈલાશભાઈ સહિતના સાધકો – માળી પરબની જગ્યા ખાતે મહંત ત્યાગી અનુષ્ઠાન કરે છે ગૌમુખી ગંગામાં જગદિશભાઈ હદવાણી છેલ્લા ૩૭ વૃષથી જાણીતા શિક્ષણ શાસ્ત્રી સંજય ભીમાણી, કેતનભાઈ પટેલ કે જેઓ છેલ્લા ૮ વર્ષોથી લંડનથી આવીને માતાજીની આરાધના કરે છે. તો પથ્થર ચટ્ટીની પ્રખ્યાત જગ્યામાં તિરૂપતીબાલાજી (વિષ્ણુભગવાન)ના સ્વરૂપની નિશ્રામાં ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગાભાઈ વાળા છેલ્લા ૪૪ વર્ષોથી, યોગીભાઈ પઢિયાર છેલ્લા ર૦ વર્ષોથી તેમજ માવસિંહ બારડ, જયકાંતભાઈ રાવલ, નિકુંજભાઈ ભટ્ટ, ગોવિંદભાઈ કાતરીયા, ભાવિનભાઈ જોષી સહિતના સાધકો ઘણા વર્ષોથી માતાજીનું અનુષ્ઠાન કરે છે. તો જૂનાગઢ શહેરમાં પણ વાઘેશ્વરી મંદીર ખાતે ગાયત્રી શક્તિપીઠ ખાતે તેમજ ભીડભંજન ખાતે પર્ણ કુટીર બનાવી તનસુખગીરીબાપુ પણ માતાજીની આરાધના કરે છે. આ શ્રેષ્ઠ દિવસો હોઈ દરેક સાધકો નવેય દિવસોમાં માતાજીને ધુપ, દિપ, નૈવૈધ, આરતી, પ્રસાદ સાથે પૂજન કરે છે. નવાહન મંત્ર તેમજ દુર્ગાસપ્તસતી (ચંડીપાઠ)નું વાંચન, સુકતના પાઠ કરે છે અને હવનાષ્ટમી એટલે કે આઠમના દિવસે માતાજીનો યજ્ઞ કરીને બીડુ હોમીને માતાજી પાસે વિશ્વકલ્યાણની પ્રાર્થના કરે છે.

Leave A Reply