રોપ-વે યોજના દિવાળી સુધીમાં કાર્યરત થઈ જશેનાં આશ્વાસનમાં સત્યતા કેટલી ?

જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજનાની રાહ છેલ્લાં ચાર દાયકા ઉપરાંતથી જૂનાગઢ શહેરની જનતા જાઈ રહી છે રોપ-વે યોજનાની કાર્યવાહી પુરજાશથી હાલ ચાલી રહી છે અને ગઈકાલે જ ગાંધીનગર ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી બેઠકમાં આ યોજના નજીકનાં સમયમાં જ એટલે કે દિવાળી સુધીમાં કાર્યરત થાય તેવાં નિર્દેશો મળી રહ્યાં છે. તો બીજી તરફ જાણકાર સુત્રોમાંથી એવું ચર્ચાઈ છે કે રોપ-વે યોજના ડિસેમ્બર સુધીમાં કાર્યરત થાય તેવી સંભાવના છે.
ગાંધીનગર ખાતે યાત્રાધામ પ્રવાસન વિકાસ બોર્ડની બેઠક મળી હતી. યાત્રાધામ વિભાગના રાજયમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં મળેલી બેઠકમાં ગિરના રોપ-વે કામગીરીની સમીક્ષા કરાઈ હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દિવાળી સુધીમાં ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણ થાય તેવી શકયતા છે. ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જૂનાગઢના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીબાપુ, શેરનાથબાપુ અને ગિરનાર યાત્રાધામ સમિતિના સદસ્યોએ મંત્રી વિભાવરી દવેને કેટલીક રજૂઆતો કરી હતી. હાલમાં રોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. જૂનાગઢનો આ રોપ-વે પ્રોજેકટ એશિયાનો સૌથી મોટા રોપ-વે પ્રોજેકટ માનો એક હશે. આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રી વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, ગિરનાર યાત્રાધામ વિકાસ સમિતિમાં જૂનાગઢના સંતો અને મહંતો સહિત કેટલાક સભ્યો છે. જે રોપ-વેની કામગીરી અંગે પ્રશ્નો લઈ ઉપસ્થિત થયા હતા. ગિરનાર પર્વત ઉપર કેટલીક મહત્વની સુવિધાઓ વિષે સમિતિએ સૂચનો કરવામાં આવ્યા છે. સભ્યોએ સુરક્ષાની ચિંતા કરી હતી. જ્યાંથી રોપ-વે અટકશે ત્યાંથી ડોલીવાળા લોકો હાજર રહેશે. વિભારીબેન દવેએ જણાવ્યું હતું કે, પર્વત ઉપર રોપ-વે જ્યાં પ્રવાસીઓને ઉતારશે ત્યાં કેટલીક પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. રોપ-વેની કામગીરી વહેલીતકે પૂર્ણ કરી અને વહેલીતકે રોપ-વે પ્રોજેકટ શરૂ કરાશે. બીજી તરફ જાણકાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર રોપ-વે યોજના હાલ તો દિવાળી સુધીમાં પૂર્ણ થઈ શકે તેવી કોઈ આશા નજરે પડતી નથી અને શક્યત જો આ યોજના પૂર્ણ થઈ જાય તો પણ વડાપ્રધાનશ્રીની તારીખો મેળવવા રાહ જાવી પડે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ખાતે જે-તે વખતે ચુંટણી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો લલકાર કર્યો હતો કે જૂનાગઢનાં આરઝી હકુમત મુક્તિ દિવસે જ રોપ-વે યોજનાનું લોકાર્પણ થશે અને આ વાતને પણ આગામી નવમી નવેમ્બરે બે વર્ષ પૂર્ણ થઈ જાશે ત્યારે ઓલ રેડી રોપ-વેની યોજના બે વર્ષ મોડી શરૂ થવાની છે ત્યારે વધુ દિવસો રાહ જોવામાં લોકોને કોઈ હરકત નહીં આવે તેવું વિચારાઈ રહ્યું હોય તેવી હકિકત સામે આવી રહી છે.

Leave A Reply