જૂનાગઢનાં જેન્ટ્રી ધર્મેશ મીઠીયાને મીરલ ફાઉન્ડેશન દ્વારા રેડીયન્સ આઈકોનીક એવોર્ડ એનાયત

જૂનાગઢ શહેરનાં અગ્રણી બિલ્ડર અને શેર બજાર સહિત વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહેલા જૂનાગઢનાં જેન્ટ્રી ધર્મેશ મીઠીયાને અમદાવાદ સ્‍થિત પ્રખ્યાત સંસ્થા મીરલ ફાઉન્ડેશન દ્વારા શેર બજાર ક્ષેત્રે તેમની કામગીરી સબબ બોલીવુડની જાણીતી અભિનેત્રી રવિના ટંડનના હસ્તે રેડીયન્સ આઈકોનીક એવોર્ડ – ર૦૧૯ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.રર સપ્ટેમ્બર ર૦૧૯નાં રોજ અમદાવાદ સ્‍થિત અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલ કોર્ટયાર્ડ મેરીઓટ ખાતે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મીરલ ફાઉન્ડેશનનાં સ્થાપક મીતા જાની અને અન્ય મહાનુભાવો દ્વારા આ પ્રતિષ્ઠીત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મીરલ ફાઉન્ડેશનનાં જણાવ્યા મુજબ ધર્મેશ મીઠીયાની શેર બજારમાં વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈ સંસ્થા દ્વારા તેમને જીનીયર્સ પ્લેયર ઓફ સ્ટોક માર્કેટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ધર્મેશ મીઠીયાને ઉપરોકત એવોર્ડ એનાયત થતાં મિત્રો, શુભેચ્છકો દ્વારા અભિનંદન આપવામાં આવી રહયા છે અને ભવિષ્યમાં પણ તેઓ પોતાનું અમુલ્ય યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Leave A Reply