જૂનાગઢમાં ગાંધીજીનાં જીવન-કવન ઉપર ઐતિહાસિક ફોટોગ્રાફસ પ્રદર્શન યોજાયું

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે પૂ.ગાંધીબાપુનાં જીવન-કવન ઉપર ઐતિહાસિક ફોટોગ્રાફર્સ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ફોટોગ્રાફર્સ પ્રદર્શનનાં કાર્યક્રમમાં પ૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતાં. તેમજ આ તકે મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા, જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, સ્પેશ્યલ આઈજીપી સુભાષ ત્રિવેદી, મહાનગરપાલિકાનાં ડે.મેયર હિમાશુંભાઈ પંડ્યા, મેડીકલ કોલેજનાં ડીન ડો.રાઠોડ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઐતિહાસિક ફોટોગ્રાફ પ્રદર્શન આજ તા.૨૭-૯-૧૯ થી આવતીકાલ તા.૨૮-૯-૧૯ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે. જેનો લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Leave A Reply