Sunday, January 19

જૂનાગઢમાં શ્રી પટેલ કેળવણી મંડળ સંચાલિત છાત્રાલયની વિદ્યાર્થીની બહેનો દ્વારા આદ્યશક્તિનાં આરાધના પર્વની થશે ઉજવણી

જૂનાગઢમાં શ્રી પટેલ કેળવણી મંડળ મોતીબાગ સંકુલ ખાતે આ વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત આદ્યશક્તિનાં આરાધના પર્વની ભાવભેર ઉજવણી થશે. છેલ્લાં સાડા ચાર દાયકાથી જૂનાગઢ શહેર, જીલ્લામાં કેળવણી ક્ષેત્રે સેવારથ આ સંસ્થાની ૧ર હજાર વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને ર હજાર જેટલી દિકરીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. આ છાત્રાલયની દિકરીઓ દ્વારા પ્રતિવર્ષ પરંપરાગત ઉમા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા.ર૯-૯-ર૦૧૯ થી તા.૮-૧૦-ર૦૧૯ દરમ્યાન રાત્રીનાં ૯ થી ૧ર દરમ્યાન આ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવશે. આમંત્રીત મહેમાનોને આ ઉજવણી અંતર્ગત આરતી સહિતનાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાં ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. શ્રી પટેલ કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. કાંતિભાઈ વૈશ્નાણી, ગુલાબભાઈ દઢાણીયા, રતીભાઈ હિંસુ, શિરીષભાઈ સાપરીયા સહિતનાં આગેવાનો દ્વારા આયોજનને સફળ બનાવવામાં આવી રહેલ છે. પટેલ કેળવણી મંડળનાં કાર્યાલય સીનીયર કલાર્ક ભીખુભાઈ ત્રાંબડીયા અને કાર્યકતાઓ તેમજ સ્ટાફ પણ આ નવરાત્રી પર્વને ભવ્ય બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.

Leave A Reply